જન્મદિવસ : મહેન્દ્રસિંહ ધોની : ક્રિકેટ જગતનો એક શ્રેષ્ઠ ખેલાડી અને ઉત્કૃષ્ટ વિકેટકિપર… જાણો, TCથી લઇ ‘ક્રિક્રેટ સમ્રાટ’ સુધીની સફર

0
0

ટીમ ઈંડિયાના સૌથી સફળ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની મંગળવારે 7 જુલાઈના રોજ પોતાના 39માં જન્મદિન ઉજવી રહ્યા છે. આ અવસર પર તેમના ગૃહ નગર રાંચીમાં જશ્નનું વાતાવરણ છે. ખુશી બમણી છે કારણ કે આ વખતે રાંચીના રાજકુમાર પોતાના શહેર રાંચીમાં છે. જ્યારે કે માહીની જીંદગીમાં આ વખતે લાડલી પુત્રી જીવાનો પણ સાથ છે.

કહેવાની જરૂર નથી કે રાંચી પુર્ણ ઉત્સાહથી લબરેજ છે. જુદા જુદા સ્થળે ફેંસ ધોનીના જન્મદિવસને પોતપોતાની રીતે ઉજવી રહ્યા છે. દરેક જીભ પર હેપી બર્થડે માહી છે અને બધાના ચેહરા પર ખુશીઓ જોવા મળી રહી છે. માહીના પૂર્વ કોચ ચંચલ ભટ્ટાચાર્યએ પણ ધોનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.ધોનીના એક ફેન ઝિઝિલ સરકાર કહે છે, “ધોનીએ રાંચીનુ નામ ઉંચુ કર્યુ છે. તે હંમેશા આગળ વધતા રહે એ જ કામના છે.’ સ્નેહા કહે છે, ‘ધોની સૌથી શ્રેષ્ઠ છે, તે વધુ આગળ વધે એ જ જન્મદિવસની શુભકામના છે.’

કિસ્મતના ધની તરીકે ઓળખાતા ધોનીએ બહુ ઓછા સમયગાળામાં ટીમ ઈન્ડિયાની તસ્વીર બદલી નાંખી..ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યા બાદ ફક્ત ત્રણ જ વર્ષમાં ટીમની કપ્તાન સંભાળનાર ધોનીએ દેશ-વિદેશમાં ટીમના રેકોર્ડ્સની વણજાર ખડકી દીધો હતો. ખાસ કરીને પાકિસ્તાન સામેની પાંચમી વન-ડેમાં અને પાંચમી ટેસ્ટમાં 148 રન ફટકારી ધોની રાતોરાત ક્રિકેટની દુનિયામાં નામ કમાઈ ગયો.

શ્રીલંકા સામે 183 રનની ઈનિંગ બાદ તેની ગણતરી બીજા ગીલક્રિસ્ટ તરીકે કરવામાં આવી. ટીમ ઈન્ડિયાના સુકાની મિસ્ટર કુલ તરીકે ઓળખાતા ધોનીએ 2007માં આફ્રિકામાં રમાયેલા પ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવ્યા સહિત ઓસ્ટ્રેલિયામાં સી.બી સિરીઝ જીતી ઈતિહાસ રચ્યો હતો. તો 2008માં કુંબલેની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમની કપ્તાની સંભાળનાર ધોનીએ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને પછાડી ટીમ ઈન્ડિયાને ટેસ્ટમાં નંબર-1 બનાવી હતી.

2008માં આઈપીએલની પ્રથમ સિઝનમાં ધોની પણ સૌથી ઉંચી બોલી લગાવવામા આવી અને ધોનીએ ફરી એક વાર પાતાને શ્રેષ્ઠ કેપ્ટન સાબિત કરી ચેન્નઈને 2011-2011માં ચેમ્પિયન બનાવ્યું હતું. ત્યાર બાદ આવ્યો એ સમય જેની રાહ દરેક ભારતીય છેલ્લા 28 વર્ષથી જોઈ રહ્યો હતો. 2011 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા, સેમિફાઈનલમાં પાકિસ્તાન અને ફાઈનલમાં શ્રીલંકાને હરાવી દેશને ઘરઆંગણે વર્લ્ડ કપ અપાવનાર ધોની આજે ભારતના દરેક ક્રિકેટપ્રેમીના દિલમાં વસે છે.

ધોનીના સ્પોર્ટસ ટીચર મુજબ ધોની બાળપણથી જ છગ્ગા મારવામાં ઉસ્તાદ હતા. તેઓ સ્કૂલ પુરી થયા બાદ મેદાનમાં અભ્યાસ માટે પહોંચી જતા હતા. લગભગ 3 કલાક અભ્યાસ કરતાં હતા. 1997માં એક સ્કૂલ ટુર્નામેન્ટમાં 16 વર્ષનાં ધોનીએ ડબલ સેન્ચુરી મારી અને પાર્ટનર સાથે 378 રન બનાવ્યા હતા. તેને કારણે ધોનીને મેકૉન ક્રિકેટ ક્લબમાં એન્ટ્રી મળી ગઈ હતી. તેમના ટીચરે કહ્યુકે, ધોની વિકેટની પાછળ બોલને એવી રીતે કેચ કરતાં કે જાણે માછલી મોઢામાં બોલ પકડવાનો પ્રયાસ કરતી હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here