પોઝિટિવ : મૂડ ડિસઓર્ડર અને ડિપ્રેશનનું એક કારણ નકારાત્મક વિચાર

0
46

હેલ્થ ડેસ્ક: પોઝિટિવ વિચાર સફળતા પ્રાપ્ત કરવા માટે અને સ્વસ્થ રહેવા ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે. પોઝિટિવ અને નેગેટિવ વિચારનો સીધો સંબંધ આપણા મગજ સાથે છે. આપણું મગજ નેગેટિવ વિચારો માટે ઝડપથી પ્રતિક્રિયા આપે છે, જેથી સારી વાતો કરતાં ખરાબ વાતોની અસર વધારે થાય છે.

પોઝિટિવ વિચારવાથી આપણું મગજ એ માની લે છે તમામ વસ્તુઓ નિયંત્રણમાં છે અને તેને લઈને કશું કરવાની જરૂર નથી. મગજમાં નેગેટિવ વિચારને લીધે ઉત્પન્ન થતો તણાવ મગજમાં ફેરફાર લાવે છે. આ ફેરફારોને કારણે માનસિક વિકારો જેવા કે હતાશા, સ્કિઝોફ્રેનિયા અને મૂડ ડિસઓર્ડર જેવી સમસ્યાઓની શરૂઆત થાય છે. પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડરથી પીડિત લોકોના મગજમાં અસમાનતા જોવા મળે છે. તેનાથી તણાવ માટે જવાબદાર હોર્મોન ‘કોર્ટિસોલ’ની માત્રા શરીરમાં વધી જાય છે.

કોઈ વ્યક્તિ અથવા પરિસ્થિતિઓમાં માત્ર તેના સારા ગુણ પર જ ધ્યાન આપવામાં આવે તો મગજની હકારાત્મક વિચારવાની ક્ષમતામાં વધારો થાય છે. આવા વિચાર રાખનાર લોકો સમાજ પ્રત્યે સારો દૃષ્ટિકોણ રાખીને તમામ કાર્યો ઉત્સાહથી કરે છે. તેથી તેમને સફળતા પણ મળે છે. વ્યક્તિ તેના કાર્યથી ખુશ હોય તો તેના જીવનમાં તે વધુ સફળતા પ્રાપ્ત કરી શકે છે.

પોઝિટિવ રહેવા માટે શું કરશો?
નિષ્ફળતાને સફળતાની સીડી બનાવો
તમારો કોઈ પ્રોજેક્ટ રિજેક્ટ કરવામાં આવ્યો હોય અથવા તે નિષ્ફળ નીવડ્યો હોય તો નિરાશ થઈને અન્ય વ્યક્તિ સાથે પોતાની સરખામણી કરીને હતાશ ન થવું જોઈએ. તેને બદલે નિષ્ફળતા માટે જવાબદાર કારણોની નોંધ કરીને નેક્સ્ટ પ્રોજેક્ટમાં સારું પર્ફોર્મન્સ આપવું જોઈએ.

વર્તમાન પર લક્ષ્ય રાખો
વી
તેલી વાતોને યાદ કરવાની ટેવ ટાળવી જોઈએ. ભૂતકાળને યાદ કરીને તમારા વર્તમાન પર તેની ખરાબ અસર ન આવવા દેવી જોઈએ. જો કોઈ વ્યક્તિએ તમારા કામની કે તમારી નિંદા કરી હોય તો તેને વારંવાર યાદ ન કરવી જોઈએ. તેને બદલે તમારા કામ પર જ ફોકસ રાખવું જોઈએ.

પોઝિટિવ લોકો સાથે સમય વિતાવો
તમારો મેક્સિમમ સમય પોઝિટિવ લોકો સાથે પસાર કરો. પોતાની જાતને મિત્ર બનાવો. અન્ય લોકો સાથે પોતાની સરખામણી કરવાનું ટાળો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here