સૌરાષ્ટ્રમાં વરસાદ : ધારી અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા

0
0

રાજકોટ. સૌરાષ્ટ્રમાં આજે ચોથા દિવસે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અસહ્ય ગરમીને કારણે લોકો પરેશાન બન્યા છે. ત્યારે આજે અમરેલીના ધારી અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આથી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.

ધારી પંથકમાં વરસાદ

ધારીના સરસીયા, અમૃતપુર સહિતના ગામોમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ગીર જંગલના સરસીયા વીડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચલાલા અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.

સાવરકુંડલામાં વરસાદ

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઘનઘોર વાદળો છવાયા હતા અને વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલાના જૂનાસાવર, શેઢાવદર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. રોડ પર પાણી ફરી વળ્યા હતા. આ વિસ્તારોમાં પણ વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદમાં આવી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here