દેશમાં વેચાતા દર બેમાંથી એક મોબાઈલનું ઓનલાઈન વેચાણ: શાઓમી સૌથી મોખરે

0
33

નવી દિલ્હી તા.22
નવા લોનચીલ અને ફિલપકાર્ટના બિગ બિલિયન અને એમેઝોનના ગ્રેટ ઈન્ડિયા ફેસ્ટિવ સિઝન સેલ જેવા વાર્ષિક ઓનલાઈન વેચાણ પુર્વે આક્રમક વિજ્ઞાપનોના કારણે દેશમાં વેચાતા દર બે માંથી એક ફોન ઓનલાઈન ચેનલ દ્વારા વેચાઈ રહ્યો છે.


55% વાર્ષિક ગ્રોથ સાથે ઓનલાઈન ચેનલમાં સ્માર્ટફોનના શિપમેન વર્ષના ત્રીજા કવાર્ટરમાં 46% ના સૌથી ઉંચા હિસ્સા પર પહોંચ્યું હતું.
કાઉન્ટરપોઈન્ટસની માર્કેટ મોનિટર સર્વિસના લેટેસ્ટ રિસર્ચ મુજબ 57% હિસ્સા સાથે ફિલપકાર્ટ ઓનલાઈન માર્કેટમાં આગળ રહી હતી, જયારે 33% શેર સાથે એમેઝોનએ 75% વાર્ષિક ગ્રોથ નોંધાવ્યો છે.
સ્માર્ટફોન બ્રાન્ડસમાં 38% હિસ્સા સાથે ઓનલાઈન ચેનલમાં શાઓનીએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. તેના રેડમી 7એ, નોટ 7 પ્રો અને નોટ 75 મોડેલ લોકપ્રિય બનતાં કંપનીએ જોરદાર પ્રદર્શન કર્યું છે.
રિયલમીએ રૂા.15000 થી નીચેના સેગમેન્ટમાં આક્રમકપણે ધ્યાન આપતા કંપનીનું ઓનલાઈન શિપિંગ વાર્ષિક સાડા ચાર ગણા ગ્રોથ સાથે રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.આ કંપની 64 એમવી કેમેરા જેવા ઈન્ડસ્ટ્રીમાં પ્રથમ ફીચર લાવી હતી. બજેટ સેગમેન્ટમાં લાંબી બેટરી લાઈફના કારણે સેમસંગે એમેઝોન પર એમ 30 મોડેલની સફળતાના કારણે ઓનલાઈન સેગમેન્ટમાં હિસ્સો મેળવ્યો હતો. વિવોએ પહેલી જ વખત ઓનલાઈન સેગમેન્ટમાં ચોથુ સ્થાન મેળવ્યું હતું. તાજેતરમાં લોંચ કરાયેલા મોડેલ યુ10, ઝેડ 1 એકસ અને મેડ1 પ્રોને કારણે કંપનીને આ સફળતા મળી છે. રસપ્રદ વાત એ છે કે પ્રિમીયમ સેગમેન્ટમાં ઓનલાઈન શિપમેન્ટ વાર્ષિક 79% ગ્રોથ સાથે રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે. વનપ્લસ એમેઝોનમાં મજબૂત રહી હતી અને પ્રીમીયમ સેગમેન્ટમાં નંબર 1 કંપની રહી હતી.