સુરત : મહિધરપુરાની આંગણડીયામાં મેનેજર દ્વારા કરેલી 1 કરોડની ઊચાપતમાં એક ઝડપાયો

0
0

મહિધરપુરા હરીપુરા ભવાની વડ પટેલ હાઉસમાં એચ.આર.ગોવિંદ આંગણડીયા પેઢીમાં મેનેજર મેહુલ બારોટએ ભત્રીજા દિવ્યાંગ બારોટ તેમજ તેના બે મિત્રો સાથે મળી આંગણડીયા પેઢીમાંથી 1.04 કરોડની રકમ ઓહયા કરી હતી. આ કેસમાં ક્રાઇમબ્રાંચે ચિરાગ રેવા ભરવાડ(મેર)(રહે,જીગ્નેશનગર સોસા.,ગોડાદરા)ની ધરપકડ કરી છે.

મેનેજર હજુ ફરાર

હજુ આ કેસમાં મેનેજર હિતેશ ઉર્ફે મેહુલ બાબુ બારોટ(રહે,ઓમનગર,ડિંડોલી), તેનો ભત્રીજો દીવ્યાંગ કૌશીક બારોટ(રહે,શિવદર્શેન રેસીડન્સી, ડિંડોલીગામ) અને મેહુલ રણછોડ બાંભ્વા(ભરવાડ)(રહે,ભરવાડ નગર,નવાગામ,ડિંડોલી) ભાગતા ફરે છે. મહિધરપુરા ભવાની વડ પટેલ હાઉસમાં એચ.આર.ગોવિંદ આંગણડીયા પેઢીમાં 9મી જુને 1.04 કરોડની રકમ સિલ્ક હતી.

10મી જૂને તાળા માર્યા હતા

ભાગીદારે મેનેજર મેહુલ બારોટને કોલ કરી આ રકમ અમદવાદ, રાજકોટ અને દીલ્હી ખાતે મોકલવાની હોય જેથી કયા કયા કેટલી રકમ મોકલવાની તે બાબતેની માહિતી આપવાની વાત કરી હતી. ભાગીદારે બપોર પછી મેનેજરને કોલ કરતા તેણે રિસીવ કર્યો ન હતો, ભાગીદાર બીજા દિવસે 10મી જૂને આંગણડીયા પેઢી પર આવતા તાંળા મારેલા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here