Sunday, October 17, 2021
HomeOnePlus 6T ખરીદવાની આનાથી સારી તક નહીં મળે, મળી રહી છે શાનદાર...
Array

OnePlus 6T ખરીદવાની આનાથી સારી તક નહીં મળે, મળી રહી છે શાનદાર ઓફર્સ

OnePlus એ ગ્રાહકો માટે યર એન્ડ સેલનું આયોજન કર્યું છે. કંપની પોતાના નવા સ્માર્ટફોન OnePlus 6T  પર શાનદાર ઓફરની જાહેરાત કરી છે. કંપનીએ OnePlus 6T પર ડિસ્કાઉન્ટ સાથે નો કોસ્ટ EMI અને એક્સચેન્જની ઘણી ઓફર્સ જારી કરી છે. OnePlus 6T પર આ ઓફર 29 ડિસેમ્બરથી લઇને 6 જાન્યુઆરી સુધી મળશે.

OnePlus 6T પર લિમિટેડ પીરિયડ ઓફર હેઠળ OnePlus 6T ખરીદનાર લોકોને HDFC બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે EMI પર પણ આ ઓફર મળશે. જો કે આ ઓફર માત્ર અમેઝોન ઇન્ડિયાથી OnePlus 6T ખરીદવા પર જ મળશે. ડિસ્કાઉન્ટ ઉપરાંત ફોનની સાથે 2000 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે. જો કે એના માટે તમારે જૂનો OnePlus આપવો પડશે. બીજો ફોન એક્સચેન્જ કરવા પર માત્ર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

OnePlus 6T માં ડુઅલ સિમ સપોર્ટ, એન્ડ્રોઇડ પાઇ 9.0 અને 6.41 ઇંચની ફુલ એચડી સુપર એમોલ્ડ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 1080*2340 પિક્સલ અને આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. ફોનની ડિસ્પ્લેમાં વોટર ડ્રોપ નોચ મળશે. આ ઉપરાંત OnePlus 6Tમાં ક્લોકકોમનું સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 6 જીબી અને 8 જીબી રેમ સાથે ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે, જેમાં 128 જીબી અને 256 ડીબી સ્ટોરેજનો વિકલ્પ હશે. સ્ટોરેજમાં મેમરી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો નથી.

ફોનના કેમેરાની વાત કરીએ તો એમાં ડુઅલ રિયર કેમેરા છે જેમાં એક લેન્સ 16 મેગાપિક્સલનો સોની IMX519 સેન્સરની સાથે છે જેનું અપર્ચર f/1.7 છે, જ્યારે બીજો લેન્સ 20 મેગાપિક્સલ નો સોની IMX376K સેન્સર વાળો છે. જેનું અપર્ચર f/1.7 છે. વનપ્લસ 6T માં ફ્રંટ કેમેરો 16 મેગાપિક્સલનો સોની IMX371 સેનસર વાળો છે. ફોનના કેમેરામાં સ્ટેબલાઇઝેશનનું ફીચર પણ મળશે.

OnePlus 6T ના 6જીબી રેમની સાથે 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની ભારતમાં કિંમત 37,999 રૂપિયા, 8 જીબી + 128 જીબી મિરર બ્લેક અને મિડનાઇટ બ્લેક વેરિએન્ટની કિંમત 41,999 રૂપિયા અને 8 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ વાળા વેરિએન્ટ 45,999 રૂપિયામાં વેચવામાં આવશે. કંપનીએ ફોનની સાથે બેકપેક પણ લોન્ચ કર્યું જેની કિંમત 4990 રૂપિયા છે. જણાવી દઇએ કે કંપનીએ ભારતમાં OnePlus 6T McLaren એડિશન લોન્ચ થયું છે જેમાં 10GB રેમ છે. OnePlus 6T McLaren એડિશનની 10GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 50,999 રૂપિયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments