Tuesday, December 7, 2021
HomeOnePlus 7 માં આ ફીચર ના હોવા પર નારાજ થઇ જશે યૂઝર્સ
Array

OnePlus 7 માં આ ફીચર ના હોવા પર નારાજ થઇ જશે યૂઝર્સ

ચાઇનીઝ કંપની વનપલ્સે ખૂબ જ ઓછા સમયમાં પોતાનું મોટું માર્કેટ અને નામ બનાવી લીધું છે. કંપનીના સ્માર્ટફોન પર લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. એક સ્માર્ટફોન લોન્ચ થયાના થોડાક દિવસ બાદથી જ લોકો વનપલ્સના નવા સ્માર્ટફોનની રાહ જોવા લાગે છે. વર્ષ 2018માં કતંપનીએ સૌથી પહેલા પોતાના Oneplus 6 સ્માર્ટફોનને માર્કેટમાં ઊતાર્યો. સ્માર્ટફોનને મોબાઇલની દુનિયામાં હંગામો કરી દીધો.

ત્યારબાદ કંપનીએ વર્ષના અંતમાં Oneplus 6T સ્માર્ટફોન પણ બજારમાં ઊતારી દીધો. જો હવે લોકો કંપનીના Oneplus 7 સ્માર્ટફોનની રાહ જોઇ રહ્યા છે. ફોનને લઇને ખૂબ જ અફવાઓ સામે આવી રહી છે. જેનાથી જાણવા મળે છે કે બાકી સ્માર્ટફોનથી Oneplus 7 માં એક ફીચર ઓછું હોઇ શકે છે. છેલ્લા ઘણા સમયછી લોકો વનપ્લસના ફોનમાં વાયરલેસ ચાર્જિંગ ફીચરની માંગ કરી રહ્યા હતા. જો કે યૂઝર્સને આ વખતે નિરાશ થવું પડશે નહીં. કારણ કે કંપની Oneplus 7 માં આ ફીચર આપશે નહીં.

વનપ્લસના સીઇઓએ પોતે Oneplus 7 સ્માર્ટફોનમાં આ ફીચરના ના હોવાનો ઉલ્લેખ કર્યો છે. એને આ વખતે કહ્યું કે વનપ્લસનું ચાર્જિંગ બેસ્ટ ચાર્જિંગમાંથી એક છે. એમને વનપ્લસ ડેશ ચાર્જને સૌથી સારું બનાવ્યું છે.

જણાવી દઇએ કે ચાલી રહેલા MWC 2019 ઇવેન્ટમાં વનપ્લસ કંપનીએ પોતાના પહેલા 5G સ્માર્ટફોનને પ્રોટોટાઇપને શઓ કેશ કરી દીધો છે. જાણવા મળી રહ્યું છે કે નવા સ્માર્ટફોનને યૂરોપમાં બીજા ક્વોર્ટરમાં લોન્ચ કરવામાં આવી શકે છે. જો કે કંપનીએ આ વખતે કોઇ પણ પ્રકારની જાણકારી આપી નથી. જેનાથી જણાવી શકાય કે Oneplus 7 ને ક્યારે લોન્ચ કરવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments