ગાંધીનગર જિલ્લાના ભાજપના પ્રમુખ પદ માટે ચાલી રહેલી પડાપડી.

0
59

ગાંધીનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો તાજ કોના સિરે?
હાલમાં ગાંધીનગર જિલ્લામાં ભાજપના પ્રમુખ પદ માટે ચાર જેટલા નામોનો ચર્ચામાં આવી જ આવી રહ્યા છે.

ગાંધીનગર જિલ્લાના ભાજપના પ્રમુખ પદ માટે જિલ્લા અને તાલુકાના આગેવાનો પોતપોતાની દાવેદારી નોંધાવવા માટે હિલચાલ ચાલુ કરી દીધી છે. તેના માટે હાલમાં ચર્ચામાં ચાલતા નામ મુજબ દહેગામ શહેરમાં નગરપાલિકા ખાતે પ્રમુખ પદ માટે રહી ચૂકેલા અને ખુબજ લોકપ્રિય બિમલભાઈ અમીન તેમજ દહેગામ એ.પી.એમ.સી ના ચેરમેન સુમેરુ ભાઈ અમીન તેઓ પણ દહેગામ ખાતે ખૂબ જ ખ્યાતિ પામેલા છે અને સેવાભાવી છે. તથા હિતેન્દ્ર પટેલ રાયપુર ગાંધીનગર તથા અનિલ પટેલ માણસા ના આમ પ્રમુખ પદ માટે આ ચાર નામો હાલમાં ચર્ચાઈ રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર જિલ્લામાં પ્રમુખનો તાજ કોના સિરે આવશે ને કોણ હવાલો સંભાળશે તેવી લોકચર્ચા ભારે જોર પકડયું છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here