દેશમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 50થી 80 રૂપિયા થયો, આમ આદમીને ફરી રડાવાનો વારો આવ્યો

0
51

નવી દિલ્હીઃ દેશના ઘણાં ભાગામાં ડુંગળીના ભાવ ફરી એક વખત આસમાને પહોંચ્યા છે. દિલ્હીથી લઈને મુંબઈ અને દેહરાદૂનથ લઈને ચેન્નાઈ સુધીના બજારોમાં ડુંગળીન ભાવ વધી રહ્યાં છે. જેના કારણે ફરીથી આમ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિપક્ષને સરકાર પર નિશાન સાધવાની તક મળી છે. અમદાવાદના સ્થાનિક બજારમાં ડુંગળી રૂ.60થી 75 રૂપિયે કિલો વેચાઈ રહી છે. યાર્ડના ભાવની વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં ડુંગળીના 20 કિલોના ભાવ 290થી 800 છે.જ્યારે ગોંડલ યાર્ડમાં ડુંગળીના 20 કિલોના ભાવ 191થી 781 છે.

દેશના કેટલાક મોટા શહેરોના ડુંગળીના ભાવ

દેહરાદૂન

65-70 રૂપિયા પ્રતિ કિલો

તમિલનાડું

ચેન્નાઈમાં 55 રૂપિયા પ્રતિ કિલો

અન્ય ક્ષેત્રોમાં 55-60 રૂપિયા પ્રતિ કિલો

દિલ્હી

60-80 રૂપિયા પ્રતિ કિલો

હૈદરાબાદ

હોલસેલઃ 36 રૂપિયા પ્રતિ કિલો
રિટેલઃ 41-46 રૂપિયા પ્રતિ કિલો

મુંબઈ

75-80 રૂપિયા પ્રતિ કિલો

નવી મુંબઈ

45-50 રૂપિયા પ્રતિ કિલો

બેંગલુરું

60 રૂપિયા પ્રતિ કિલો

ગુરુગ્રામ

80 રૂપિયા પ્રતિ કિલો

પટના

70 રૂપિયા પ્રતિ કિલો

કોલકતા

70 રૂપિયા પ્રતિ કિલો

મુશળધાર વરસાદના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું

ગત વર્ષના દુષ્કાળ અને આ વખતે ચોમાસાની શરૂઆત થવામાં લાગેલા સમયના કારણે મુશ્કેલી વધી ગઈ છે. આ વર્ષે દેશમાં ઘણી જગ્યાએ થયેલા મુશળધાર વરસાદના કારણે ડુંગળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. આ કારણે માર્કેટમાં સપ્લાય ઘટ્યો છે અને કિંમતો વધી છે.

સોશિયલ મીડિયામાં ચગ્યો મુદ્દો

ડુંગળના વધી રહેલા ભાવ એક વાર ફરી ચિંતાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ મુદ્દે સવાલ કરી રહ્યાં છે. આ સિવાય વિપક્ષી નેતાઓ પણ સરકારને સવાલ પૂછી રહ્યાં છે. જોકે આ ભાવ કયાં સુધીમાં ઘટશે તેનો જવાબ હાલ મળી રહ્યો નથી.

દિલ્હીમાં સસ્તી ડુંગળી લેવા લાંબી લાઈનો

દેશના કેટલાક વિસ્તારોમાં ડુંગળીની કિંમત 70 રૂપિયાથી 80 રૂપિયા સુધી પહોંચી ચૂકી છે. ડુંગળીની ઉંચી કિંમતોને લઈને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મંગળવારે કહ્યું કે અગામી થોડા દિવસોમાં કિંમત ઘટશે. નેફેડ જેવી એજન્સીઓ દ્વારા સપ્લાય વધારવામાં આવી રહ્યો છે.

નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશને(NCCF) આજથી કેન્દ્ર સરકાર વતી ડુંગળીનું વેચાણ નવી દિલ્હીમાં 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવે શરૂ કર્યું છે. આ વેચાણ નવી દિલ્હીમાં કૃષિ ભવનની બહાર સેન્ટ્રલ સેક્રિટેઅરિઅટ એરિયામાં શરૂ કરવામાં આવ્યું છે. અહીં NCCFએ સસ્તા ભાવે ડુંગળીનું વેચાણ કરવા સ્ટોલ્સ લગાવ્યા છે. આ અંગે એક સ્ટોલ ઓપરેટરે કહ્યું હતું કે આજે તેઓ લગભગ 2,000 ટન ડુંગળી સાથે આવ્યા છે. અને તેઓ ડુંગળીનું વેચાણ 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કરી રહ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજા 5 સ્ટોલ્સ પણ અન્ય વિસ્તારમાં શરૂ કર્યા છે. આ સ્ટોલ પરથી ખરીદી કરવા માટે લોકોની સવારથી જ લાઈનો જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here