ગવર્મેન્ટ સ્કૉરશિપ્સ માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ લંબાવાઈ

0
0

UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)એ વિવિધ ગવર્મેન્ટ સ્કૉરશિપ્સ માટે ઓનલાઈન અરજીની તારીખ લંબાવી છે. એવા વિદ્યાર્થીઓ જે એકેડેમિક સેશન 2020-21 માટે અત્યાર સુધી ફ્રેશ સ્કૉલરશિપ માટે અરજી નથી કરી શક્યા અથવા જૂની અરજીને રિન્યૂ નથી કરી શક્યા તેઓ હવે 20 જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે. ડિફેક્ટિવ એપ્લિકેશન ફરી જમા કરાવા અને સંસ્થાનો દ્વારા અરજી વેરિફિકેશન કરવા માટેની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી, 2021 છે.

1 સપ્ટેમ્બરે ઓપન થયું એપ્લિકેશન પોર્ટલ

આ સ્કૉલરશિપ માટે એપ્લિકેશન પોર્ટલ 1 સપ્ટેમબરથી ઓપન થયું છે. તેમાં ઈન્દિરા ગાંધી PG સ્કૉરલરશિપ ફોર સિંગલ ગર્લ ચાઈલ્ડ, યુનિવર્સિટી રેન્ક હોલ્ડર માટે PG સ્કૉલરશિપ, નોર્થ ઈસ્ટર્ન રીઝન માટે ઈશાન ઉદય સ્પેશિયલ સ્કીમ, SC/STના ઉમેદવારો માટે પ્રોફેશનલ અભ્યાસક્રમ માટે PG સ્કૉલરશિપ સામેલ છે.

ઓફિશિયલ વેબસાઈટ પર કરો અપ્લાય

આ સ્કૉલરશિપની ગાઈડલાઈન્સ વિશે વધુ માહિતી નેશનલ સ્કૉલરશિપ પોર્ટલ પર જોઈ શકાય છે. એલિજિબલ ઉમેદારો નેશનલ સ્કૉલરશિપની ઓફિશિયલ વેબસાઈટ scholarships.gov.inનાં માધ્યમથી અરજી કરી શકે છે. ઉમેદવારોને સલાહ અપાઈ છે કે તેઓ અરજી નિશ્ચિત તારીખોમા જમા કરાવી દે જેથી ડેડલાઈનની અંદર સંસ્થા તેને વેરિફાય કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here