Friday, April 19, 2024
Homeસુરત : યોગીચોકમાં એપાર્ટમેન્ટમાં ચાલતા ઓનલાઈન સટ્ટાનો પર્દાફાશ, બેની ધરપકડ, એક વોન્ટેડ
Array

સુરત : યોગીચોકમાં એપાર્ટમેન્ટમાં ચાલતા ઓનલાઈન સટ્ટાનો પર્દાફાશ, બેની ધરપકડ, એક વોન્ટેડ

- Advertisement -

સુરત શહેરના યોગીચોક વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ચાલતા ઓનલાઈન સટ્ટાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સટ્ટો રમાડતા બેની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા 3.16 લાખ, ચાર મોબાઈલ મળી કુલ 3.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બે ઓનલાઈ સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયા

પોલીસે બાતમી આધારે યોગીચોક વિસ્તારમાં આવેલા પેરેડાઈઝ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ડી-502માં રહેતા રસીક છગન ઠુમ્મરને ત્યાં છાપો માર્યો હતો. પોલીસે છાપો માર્યો ત્યારે રસીક અને તેનો માણસ વિપુલ વલ્લભ ચોથાણી બેડ પર બેસી આખા અઠવાડિયાનો હિસાબ કરતા હતા અને ઓનલાઈન સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

સપુર આઇડી બનાવી આપનાર બાબુલાલ વોન્ટેડ જાહેર

પોલીસે બંને આરોપી પાસેથી ચાર મોબાઈલ કબજે કરી ચેક કરતા તીનપત્તી, પોકર, ટેનિસ, ક્રિકેટ સટ્ટો ઓનલાઈન રમવા માટે જુદી જુદી આઈડી મળી આવી હતી. પોલીસે તેમની પાસેથી કુલ 3.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સપુર આઇડી (SHAKTIEXCH Shaktiexch.com/admin) ક્રિએટ કરનાર બાબુલાલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

સટ્ટો રમાતો તેનો અઠવાડિયો હિસાબ કરાતો હતો

રસીક ઓનલાઈન સટ્ટો રમવા માટે સુરત આઈડી ક્રિએટ કરનાર બાબુલાલ નામના વ્યક્તિ પાસેથી આઈડી જનરેટ કરી રેફરન્સ દ્વારા જ આવતા ગ્રાહકો પાસેથી ડિપોઝિટ મેળવી તેમને માસ્ટર અને ક્લાયન્ટ આઈડી બનાવી આપી ઓનલાઈન સટ્ટો રમવાની વ્યવસ્થા કરી આપતો હતો. જે સટ્ટો રમાતો તેનો અઠવાડિયો હિસાબ કરાતો હતો. છેલ્લા દોઢ વર્ષથી ઓનલાઈન સટ્ટો રમાડતા રસીક પાસે હાલ 70થી 80 ગ્રાહકો છે અને તેની આઈડીમાં 40 લાખનું બેલેન્સ પણ મળી આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular