અમદાવાદ : મણીનગરના શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ દ્વારા જન્માષ્ટમી અને રામાનંદસ્વામીની જયંતિની ઓનલાઇન ઉજવણી

0
9

અમદાવાદના મણીનગર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ દ્વારા જન્માષ્ટમી પર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ જે રામાનંદ સ્વામી તેમની 281મી પ્રાગટ્ય જયંતીની ઓનલાઇન ઉજવણી મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ પદે કરવામાં આવી હતી. સાધુ પ્રેમવત્સલદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શ્રી સહજાનંદ સ્વામી એટલે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનના દીક્ષા ગુરુ રામાનંદસ્વામીની પ્રાગટ્ટય જયંતી શ્રાવણ વદ-આઠમના રોજ હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે.

શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય દ્વાપરયુગમાં ઈ.સ. 3228ની 19 જુલાઇના રોજ રાત્રે 12 વાગ્યે થયુ હતું

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જન્માષ્ટમી અંગે અને શ્રી કૃષ્ણ ભગવાન અંગે આંકડાકિય માહિતી આપતા જણાવ્યું હતું કે, વારાણસી ખાતેની વૈદિક શોધ સંસ્થાનમ્ દ્વારા બહાર પાડેલી ગણતરી પ્રમાણે કૃષ્ણનો જન્મ 5246 વર્ષ અગાઉ થયો હતો. શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય દ્વાપરયુગમાં ઈ.સ. 3228ની 19 જુલાઇના રોજ રાત્રે 12 વાગ્યે થયુ હતું, તેમ માનવામાં આવે છે. મહાભારતના યુદ્ધ વખતે તેમની ઉંમર 89 વર્ષ, 2 માસ, 7 દિવસની હતી. તેઓ 125 વર્ષ 7 માસ, 7 દિવસ આ પૃથ્વી ઉપર મનુષ્યરૂપે રહ્યા હતા. તેમની અગ્નિ સંસ્કાર વિધિ અર્જુને કર્યો હતો તેમ માનવામાં આવે છે.

કૃષ્ણના જીવનમાંથી યુવાનોને સંદેશ

આજના યુવાનોએ આજના સમયને ધ્યાનમાં રાખીને શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાંથી શું સંદેશો-પ્રેરણા લેવી જોઈએ તે અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જેમ શ્રી કૃષ્ણ દ્રોપદીની લાજ રાખી હતી અને તેને વસ્ત્રો પૂર્યા હતા. તેમના આજના યુવાનોએ બહેન-દીકરીની મશ્કરી થતી હોય, તેમની સલામતી જોખમમાં હોય, ત્યારે તેમની રક્ષા કરવી જોઈએ. અને ક્યારેય બહેન દીકરીઓ ઉપર કૃદ્રષ્ટી ના કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here