ઓનલાઈન ફ્રોડ : SBIએ તેના ગ્રાહકોને KYCના નામે થતા ફ્રોડને લઈને સાવધાન કર્યા

0
0

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના ગ્રાહકોને KYCના નામે થતા ફ્રોડને લઈને સાવધાન કર્યા છે. બેંકે સોશિયલ મીડિયા દ્વારા તેના ગ્રાહકોને તેનાથી સાવચેત રહેવા જણાવ્યું છે. SBIએ ગ્રાહકોને 30 જૂન સુધી તમામ ગ્રાહકોને KYC કરાવી લેવા માટે કહ્યું છે, જે ગ્રાહકો નહીં કરાવે તેમનું બેંક અકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે.

બેંક શું કહ્યું?
તેમાં છેતરપિંડી કરનાર તમારી પર્સનલ ડિટેઈલ મેળવવા માટે બેંક/ કંપનીના પ્રતિનિધ હોવાનું નાટક કરતાં એક મેસેજ મોકલે છે. પરંતુ તમારે આ જાળમાં ફસાવવું ન જોઈએ અને તેની જાણકારી સાયબર ક્રાઈમને આપવી જોઈએ. આવું કામ ન કરવા માટે જણાવ્યું હતું.

  • કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાથી બચવું.
  • બેંક KYC અપડેટ માટે ક્યારેય લિંક નથી મોકલતી.
  • કોઈની પણ સાથે તમારો મોબાઈલ અને પર્સનલ જાણકારી શેર ન કરો.

ઘરેબેઠા KYC અપડેટ કરાવી શકો છો
કોરોના મહામારીની વચ્ચે SBIએ તેના ખાતાધારકોને KYC ડોક્યુમેન્ટને ઓનલાઈન અપડેટ કરવાની સુવિધા આપી હતી. ગ્રાહકો પોસ્ટ અથવા ઈમેલ દ્વારા KYC અપડેટ કરાવી શકશે. તેવી જ રીતે ગ્રાહકોને KYC અપડેશન માટે બેંક બ્રાંચમાં વ્યક્તિગત રીતે જવાની જરૂર નથી. KYC અપડેટ માટે કસ્ટમરે એડ્રેસ પ્રૂફ અને ઓળખ પત્ર રજિસ્ટર્ડ ઈમેલ અથવા પોસ્ટ દ્વારા મોકલવું પડશે.

તે જ ઈમેલ આઈડીથી ડોક્યુમેન્ટ મોકલવા, જેને તમે બેંકમાં અપડેટ કરાવી રાખ્યું હોય. તે ઈમેલથી બેંક બ્રાંચના ઈમેલ એડ્રેસ પર દસ્તાવેજોની સ્કેન કોપી મોકલવી પડશે. આ કામ માત્ર તે લોકો માટે જ છે જેમની પાસેથી બેંકે જીએલબીના દસ્તાવેજો માગ્યા છે. બ્રાંચ અગાઉથી તેની જાણકારી તમને આપે છે કે KYC કેટલા સમય માટે જરૂરી છે અને કયા દસ્તાવેજો રજૂ કરવાના છે.

આ ડિટેઈલ શેન ન કરો
SBIએ તમારી પેન (PAN) ડિટેઈલ્સ, INB ક્રેડેન્શિયલ્સ, મોબાઈલ નંબર, UPI પિન, ATM કાર્ડ નંબર, ATM પિન અને UPI VPI કોઈની સાથે શેર ન કરવા કહ્યું છે. SBIના જણાવ્યા પ્રમાણે, થિંકેશ્વર હંમેશાં તમારી પર્સનલ જાણકારીને ખાનગી રાખે છે. તેઓ હંમેશાં પોતાની પર્સનલ ડિટેઈલને કોઈની પણ સાથે શેર કરતા પહેલાં વિચારે છે. તે ઉપરાંત જો આવો કોઈ કેસ હોય છે તો તેની ફરિયાદ https://cybercrime.gov.in પર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here