સાયબર ક્રાઈમ : આર્મી માટે ઈલાયચી ખરીદવી છે કહીને અમદાવાદી પરિવારની સાથે ઓનલાઈન છેતરપિંડી,

0
22

અમદાવાદ. ઈન્ડિયન આર્મી પર દરેક ભારતીયને સન્માન છે. તેવામાં હવે કેટલાક લોકો આર્મીના નામે ફોન કરીને લોકોને ફસાવી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદનો એક પરિવાર પણ ફસાયો છે. આર્મી માટે ઈલાયચી ખરીદવી છે કહીને તેમની પાસેથી ધીમેધીમે રૂ. 50 હજાર પડાવી લીધા છે.  હાલ પીડિત પરિવારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે.

અમદાવાદની મહિલા ઈલાયચી અને ચા-મસાલા વેચે છે
ઓનલાઈન ચિટિંગ કરનારાં હવે ઇન્ડિયન આર્મીના નામે પણ ચિટિંગ કરી રહ્યા છે. અમદાવાદની મહિલા ઓનલાઈન ઇલાયચી અને ચા મસાલા વેચી રહી હતી ત્યારે બાદ એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો કે, આર્મી માટે ખરીદી કરવી છે અને ધીમેધીમે આર્મી જવાનના નામે બોલતા લોકોએ તેમના 50 હજાર પડાવી લીધા હતા. પરિવારે પોલીસ ફરિયાદ કરી છે છતાં હજુ સુધી આરોપીઓનો ફોન ચાલુ છે.

ગેંગ ઓનલાઈન વસ્તુ વેચનારને ટાર્ગેટ બનાવે છે
આ અંગે સાયબર ક્રાઇમના આસિસ્ટન્ટ ઓફ પોલીસ (ACP) જીતેન્દ્ર યાદવે જણાવ્યું હતું,  આવી ગેંગ હમણાં એક્ટિવ થઈ છે. જે ગેંગ પોતાની પાસે પહેલાથી આર્મી જવાનોનાં ફોટોગ્રાફ અને અન્ય વસ્તુઓની વિગતો રાખે છે. સામાન્ય રીતે ઓનલાઇન વસ્તુ વેચનાર તેમના વધુ ટાર્ગેટ બને છે. ઇન્ડિયન આર્મીના ફોટો બતાવીને ચિટિંગ કરતા લોકોની મોડ્સ ઓપરેન્ડી એક સરખી હોય છે. હાલ આવી ગેંગ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર પર એક્ટિવ હોઈ શકે છે. અમે આવી ગેંગને પકડવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ.

પીડિતના પુત્રેએ ચિટિંગની છેતરપિંડી અંગે જણાવ્યું
આ અંગે જાસ સંઘવીએ CN24NEWS ને જણાવ્યું હતું કે, મારા મમ્મી ઓનલાઇન ચા મસાલો અને ઈલાયચી વેચે છે. ત્યારે એક આર્મીમેનના નામથી ફોન આવ્યો કે, અમારે 50 કિલો સમાન ખરીદવો છે. તેમણે અમને ઇન્ડિયન આર્મીના ફોટો અને કેટલાક કાર્ડ પણ મોકલ્યા હતા. ત્યાર બાદ તેમણે ધીમેધીમે તેમને અમને કહ્યું કે પહેલા તમે અમને રૂપિયા ટ્રાન્સફર કરો પછી અમે તમને સામે રૂપિયા પાછા આપીશું.

રૂ. 500થી રૂ. 50 હજાર થયા છતાં પરિવાર છેતરપિંડી થઈ તે કળી ન શક્યો
પહેલા 500 રૂપિયાથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવાનો શરૂ થયેલો સિલસિલો છેક 50 હજાર જેટલી રકમે પહોંચી ગયો. ચિટિંગ કરનાર પીડિત પરિવારના તેમની રકમ પાછી આપવા માટે રૂપિયા માંગી રહ્યો છે. આ લોકોનો ફોન ચાલુ છે તેમ છતાં પોલીસ તેમના સુધી પોલીસ પહોંચી શકી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here