રાજકોટ : જંગલેશ્વરમાં રહેતા લોકોએ પોલીસની ‘સેફ રાજકોટ’નામની એપમાં ઓનલાઇન હાજરી પૂરવી ફરજીયાત બની

0
4

રાજકોટ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. આ વિસ્તારનો હોટસ્પોટ વિસ્તાર પણ જાહેર કરવામાં આવ્યો છે. ગઇકાલે એક દંપતી લોખંડી સુરક્ષા હોવા છતાં જંગલેશ્વરમાંથી ચાલીને માધાપર બાજુ જતું રહ્યું હતું. આથી સંક્રમણનો ભય અન્ય વિસ્તારમાં ન વધે તે માટે તે દંપતી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે જંગલેશ્વરમાં રહેતા લોકોએ પોલીસની સેફ રાજકોટ નામની એપમાં ફરજીયાત પોતાની હાજરી પૂરવાની રહેશે. તેમજ જંગલેશ્વર વિસ્તારમાં અન્ય કોઇ વિસ્તારની વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં.

જો કોઇ બહાર જશે તો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી 

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ ક્વોરન્ટીન કરાયેલા લોકો પણ ભંગ ન કરે તે માટે સેફ રાજકોટ નામની એપમાં ઓનલાઇન હાજરી, ફોટા અને લોકેશન સહિતની માહતી શેર કરવાની રહેશે. જંગલેશ્વરમાં રહેતા લોકોના રહેણાંક મકાનમુજબ ઓનલાઇન ફોટા તથા લોકેશન સાથેની સમયાંતરે હાજરી પૂરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. સ્થઆનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્તમાં હોય ત્યારે લોકોએ ઓનલાઇન હાજરી પૂરવાની રહેશે. જો કોઇ પોતાનું મકાન છોડીને બહાર જશે તો તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here