ભારત-ઇંગ્લેન્ડની મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર 50% દર્શકોને પ્રવેશ અપાશે

0
3

શુક્રવારના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની T20 શ્રેણી રમાવા જઈ રહી છે. જેમાં પહેલા એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે કદાજ અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં 100% લોકોને એન્ટ્રી અપાશે. પરંતુ કોરોના મહામારીના પગલે 50% દર્શકોને જ પ્રવેશ આપવામાં આવશે. GCAએ શુક્રવારે ઘોષણા કરી હતી કે સ્ટેડિયમમાં કુલ માત્રાના 50% લોકોને જ મેચ જોવા માટે પ્રવેશ અપાશે. નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં 1 લાખ 32 હજાર દર્શકોની બેઠક ક્ષમતા રહેલી છે, જેમાં માત્ર 66 હજાર દર્શકોને જ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટમેચની શ્રેણીમાં પણ આ પ્રમાણેની જ વ્યવસ્થા કરવામાં આવી હતી.

GCAના ઉપપ્રમુખે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા સૂચવ્યું

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની તમામ 5 T20 મેચો નરેન્દ્રમોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ દરમિયાન GCAના આધારે સરકારે જાહેર કરેલી તમામ SOPનું પણ ચુસ્તપણે પાલન કરાશે. GCAના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ કહ્યું હતું કે માત્ર 50% ટિકિટો જ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમોથી વેચાણ માટે ઉપલબ્ધ કરાઈ છે. કોરોના મહામારીના પગલે આખા સ્ટેડિયમને સેનિટાઈઝ પણ કરાયુ છે. સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવેલા તમામ દર્શકો ગાઈડલાઈનનું પાલન કરે તે વાતની પણ ખાસ નોંધ લેવાશે.

વનડે શ્રેણી દરમિયાન પુનામાં દર્શકોની ‘નો એન્ટ્રી’

આના પહેલા મહારાષ્ટ્ર સરકારે 23 માર્ચથી શરૂ થઈ રહેલી ભારત-ઇંગ્લેન્ડની વન-ડે શ્રેણીમાં દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવાની પરવાનગી નહોતી આપી. અત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ જવા પામ્યો છે. તેવામાં વન-ડે મેચોની ત્રણેય મેચો પુનામાં રમાવાની છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચ 14 માર્ચ, ત્રીજી 16 માર્ચ, ચોથી 18 માર્ચ અને પાંચમી 20 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

IPLના મેચમાં પણ દર્શકોની ‘નો એન્ટ્રી’

ભારત-ઇંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટ મેચ પણ દર્શકો વગર રમાઈ હતી. તેવામાં IPLને પણ ગણતરીના દીવસો બાકી રહી ગયા છે. તેની મેચો ભારતના 6 શહેરોમાં રમાશે. જે અમદાવાદ, બેંગલોર, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં યોજાશે. જેની તમામ નોકઆઉટ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તેવામાં IPLમાં દર્શકોની એન્ટ્રી પર બેન લાગી શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here