Friday, August 6, 2021
Homeનિર્ણય : ગુજરાતમાં 6 વર્ષના બાળકને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે, શિક્ષણ...
Array

નિર્ણય : ગુજરાતમાં 6 વર્ષના બાળકને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે, શિક્ષણ વિભાગનો પરિપત્ર

અમદાવાદ. સમગ્ર ગુજરાતની શાળામાં આગામી વર્ષ 2023-24થી 6 વર્ષના બાળકને જ ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવશે. આ અંગેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. હાલ નર્સરી, જુનિયર કે.જી. અને સિનિયર કે.જીમાં ભણતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી ત્રણ વર્ષ સુધી 5 વર્ષ સુધીના બાળકોને પ્રવેશ અપાશે અને ત્યાર પછીના વર્ષથી 6 વર્ષ પૂર્ણ કર્યાં હોય તેવા વિદ્યાર્થીઓને જ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે.

નવા નિયમનો અમલ 2023-24થી કરાશે

ગુજરાત સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફાર મુજબ હવે કોઈ પણ બાળક જે તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં નહીં આવે. શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22, અને 2022-23 દરમિયાન કોઈ બાળક તે શૈક્ષણિક વર્ષમાં 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ કરેલા હશે તો તેમને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. આમ હાલમાં નર્સરી અને જુનિયર-સીનિયર કે.જીમાં ભણતા બાળકોને મુશ્કેલી ન થાય તે માટે સરકારના નવા નિયમનો અમલ 2023-24થી કરવામાં આવશે.

RTE અંતર્ગત 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ

રાજ્યમાં હાલ ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમર 5 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. બાળકની ઉંમર 1 જૂનના રોજ 5 વર્ષ પૂર્ણ થયેલી હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે. જો કે, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત 6થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ છે. ત્યારે રાજ્યમાં ઉંમરને લઈને પ્રશ્નો ઉભા થતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટેની લાયકાતમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments