કોરોના ઇન્ડિયા : ભારતમાં 10 લાખની વસતિ પર માત્ર 64 મોત, UK અને બ્રાઝિલમાં આનાથી 10 ગણા વધારે; દેશમાં અત્યારસુધીમાં 56.43 લાખ કેસ

0
5

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 56 લાખ 43 હજાર 481 થઈ ગઈ છે. તો સારા સમાચાર તો એ છે કે છેલ્લા પાંચ દિવસથી નવા દર્દીની તુલનામાં લોકો વધુ સાજા થઈ રહ્યા છે. મંગળવારે 80 હજાર 321 દર્દી નોંધાયા હતા, જ્યારે 87 હજાર 7 લોકો સાજા થઈ ગયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

મંગળવારે 1056 લોકોએ દમ તોડ્યો છે. આ રીતે મૃતકોની સંખ્યા 90 હજાર 22 થઈ ચૂકી છે, પરંતુ સારા સમાચાર એ છે કે આપણા દેશમાં વસતિના ગુણોત્તરમાં ઓછાં મોત થઈ રહ્યાં છે. પ્રતિ 10 લાખની વસતિમાં ભારતમાં 62 દર્દીનાં મોત થઈ રહ્યાં છે, જ્યારે બ્રાઝિલમાં સૌથી વધુ 642 અને અમેરિકામાં 615 લોકોનાં મોત થઈ રહ્યાં છે.

5 દિવસથી નવા દર્દીઓની તુલનામાં સાજા થયેલા લોકોની સંખ્યા વધુ

તારીખ નવા દર્દી સાજા થયેલા લોકો
18 સપ્ટેમ્બર 92,969 95,512
19 સપ્ટેમ્બર 92,574 94,384
20 સપ્ટેમ્બર 87,392 92,926
21 સપ્ટેમ્બર 74,493 1,02,070
22 સપ્ટેમ્બર 80,321 87,007

 

પાંચ રાજ્યની સ્થિતિ

મધ્યપ્રદેશ

રાજ્યમાં મંગળવારે 2544 નવા સંક્રમિત નોંધાયા, જ્યારે 28 દર્દીનાં મોત થયાં. નવા સંક્રમિતોમાં મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયા, હરદીપ સિંહ ડંગ અને ભીકનગાંવથી કોંગ્રેસ ધારાસભ્ય ઝૂમા સોલંકી પણ સામેલ છે. આમની સાથે અત્યારસુધીમાં સરકારના 13 મંત્રી અને પક્ષ-વિપક્ષના 44 ધારાસભ્ય સંક્રમિત થઈ ચૂક્યા છે.

સપ્ટેમ્બરના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે સપ્ટેમ્બરમાં દર દિવસે સરેરાશ 29 લોકોનાં મોત થયાં હતાં. કુલ મોત(2035)માંથી 31.5% માત્ર છેલ્લા 22 દિવસોમાં થયા છે. આ કોઈ એક મહિનામાં અત્યારસુધીનાં સૌથી વધુ કોરોનાં મોત છે. ચિંતાની વાત તો એ છે કે મંગળવારે સંક્રમણની ટકાવારીમાં ફરી વધારો થયો હતો. છેલ્લા 24 કલાકમાં 17 હજાર 698 સેમ્પલની તપાસ થઈ હતી. સંક્રમણની ટકાવારી 14.3% રહી હતી, જ્યારે સોમવારે આ 11.5% હતી. છેલ્લા ચાર દિવસમાં 10 હજાર 253 નવા દર્દી નોંધાયા હતા.

રાજસ્થાન

રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 27 જિલ્લા એવા છે, જેમાં એક હજારથી વધુ દર્દી મળી ચૂક્યા છે, બાકીના 6 જિલ્લા હનુમાનગઢમાં 693, પ્રતાપગઢમાં 731, કરૌલીમાં 777, સવાઈ માધોપુરમાં 799 અને દૌસામાં 846 કેસ છે. જયપુરમાં સૌથી વધુ 18 હજાર 242 પોઝિટિવ મળી ચૂક્યા છે. જોધપુરમાં 17 હજાર 623 છે. રાજ્યમાં 1.18થી વધુ કેસ છે. સારા સમાચાર તો એ છે કે આમાંથી 98 હજાર 812 દર્દી સાજા થઈ ચૂક્યા છે. આજે આ સંખ્યા એક લાખને પાર થઈ શકે છે.

બિહાર

રાજ્યમાં 28 સપ્ટેમ્બરથી 9થી 12 સુધીના વિદ્યાર્થી શિક્ષકોના માર્ગદર્શન માટે શાળામાં જઈ શકશે, જેના માટે માતા-પિતાની મંજૂરી જરૂરી છે. આ દરમિયાન પ્રાર્થના સત્ર, રમતગમત અને અન્ય પ્રવૃત્તિ નહીં થાય. શાળાના સ્ટાફની સંખ્યા 50%થી વધુ નહીં હોય. તો આ તરફ રાજ્યમાં 24 કલાકમાં 1,609 નવા કેસ વધ્યા, જ્યારે 1,232 લોકો સાજા થઈ રહ્યા છે. 3 સંક્રમિતોનાં મોત થયાં છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે મંગળવારે સંક્રમિતોથી વધુ લોકો સાજા થયા છે. 24 કલાકમાં જ્યાં 18 હજાર 390 નવા કેસ નોંધાયા છે, સાથે રેકોર્ડ 20 હજાર 206 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 12 લાખ 42 હજાર 770 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 9 લાખ 36 હજાર 554 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2 લાખ 72 હજાર 410 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં મંગળવારે 5650 નવા કેસ નોંધાયા હતા, સાથે જ 6589 દર્દી રિકવર થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 3 લાખ 64 હજાર 543 લોકો સંક્રમણના સંકજામાં આવી ચૂક્યા છે, જેમાં 2 લાખ 96 હજાર 183 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 63 હજાર 148 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે. સંક્રમણને કારણે અત્યારસુધીમાં 5,212 દર્દીનાં મોત થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here