ભારતમાં માત્ર 1000માંથી 8 થી 10 લોકો જ રક્તદાન માટે, દર વર્ષે 1.40 કરોડ યુનિટ બ્લડની જરુર

0
2

કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને ભારતમાં થતા ઓછા રક્તદાન પર ચિંતા વ્યક્ત કરી છે.

રેડ ક્રોસ સોસાયટીના એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં સ્વૈચ્છિક રક્તદાન કરનારાઓની બહુ અછત છે. વિકસીત દેશોમાં દર 100માંથી 50 લોકો દર વર્ષે રક્તદાન કરવા માટે આગળ આવતા હોય છે પણ ભારતમાં માત્ર 1000માંથી 8 થી 10 લોકો જ રક્તદાન માટે ઈચ્છા વ્યક્ત કરતા હોય છે. આ માટે જાગૃતિ ફેલાવવી બહુ જરીર છે. ભારતની કુલ વસતી 138 કરોડ છે. તેની સામે ભારતને દર વર્ષે 1.40 કરોડ યુનિટ બ્લડની જરુર પડતી હોય છે. આમ છતા રક્તદાતાઓની કમીના કારણે આ ટાર્ગેટ પણ પૂરો થતો નથી.

તેમણે કહ્યુ હતુ કે, આટલી બધી વસ્તીમાંથી માત્ર 1 ટકા લોકો પણ જો રક્તદાન કરે તો ભારતમાં લોહીની જરુરિયાતને આસાનીથી પહોંચી વળાય તેમ છે. નિયમિત રીતે બ્લડ સપ્લાયની જરુરિયાતને પહોંચી વળવા માટે મોટી સંખ્યામાં લોકો જાતે જ રક્તદાન માટે આગળ આવે તે બહુ જરુરી છે. લોકોને રક્તદાન માટે પ્રેરણા આપવામાં શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સામાજિક સંગઠનો અને ધાર્મિક સંગઠનો મોટો રોલ ભજવી શકે છે. દેશમાં સક્રિય સ્વૈચ્છિક રક્તદાન સંગઠનોએ પોતાના ડોનર્સની સંખ્યા જાળવી રાખવી છે. કોઈને જીવનની ગિફ્ટ આપવી તે સૌથી મોટી ગિફ્ટ છે.

ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે, રક્તદાન કરવાથી પણ તિર્થયાત્રા જેટલુ જ પુણ્ય મળે છે. નિયમિત રક્તદાનના કારણે સ્વાસ્થ્યને પણ ફાયદો થતો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here