નીતીશ કુમાર જ નરેન્દ્ર મોદીનો વિકલ્પ બની શકે છે: RJD નેતા

0
25

નવી દિલ્હી, તા. 21 ઓગસ્ટ 2019, બુધવાર

રાષ્ટ્રીય સ્તર પર નેતૃત્વમાં વડાપ્રધાન મોદીને વિકલ્પ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર બની શકે છે. રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ હાલમાં જ કહ્યું કે, આ સમયે કેન્દ્રમાં કોઈ મજબૂત વિપક્ષ નથી. લાલૂ પ્રસાદ યાદવ જેલમાં છે. તેવામાં નીતીશ કુમારે રાષ્ટ્રીય રાજનીતિમાં આગળ આવવું જોઈએ અને તમામ વિપક્ષી દળોને એકજુટ કરવા જોઈએ. એવું તેટલા માટે કારણ કે, તેમણે પોતાની ધર્મનિરપેક્ષ ઈમેજ જાળવી રાખી છે.

 

તેમણે કહ્યું કે, દેશની જે સ્થિતી છે તેમાં નીતીશ કુમારે આગળ આવીને રાષ્ટ્રીય રાજનીતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી જોઈએ. જનતા દળ યૂનાઈટેડે બિહારની સાથે સાથે કેન્દ્રમાં જે પ્રકારે NDA સાથે ગઠબંધન કર્યું છે તે તેમની ઐતિહાસિક રાજનીતિક ભૂલ છે. તેમણે કહ્યું કે, નીતીશ કુમાર જ નરેન્દ્ર મોદીનો વિકલ્પ બની શકે છે.

તેમણે કહ્યું કે, વિપક્ષી છાવણીમાં આ સમયે નેતૃત્વ શૂન્યતા છે. મેં લગભગ 35 વર્ષો સુધી નીતીશ કુમારને રાજનીતિમાં જોયા છે અને હું તે દાવો કરી શકું છું કે તેમની પાસે દેશના વડાપ્રધાન બનવાની રાજનીતિક હિંમ્મત અને ક્ષમતા છે. તેમણે NDAનો સાથ છોડીને અને રાષ્ટ્રીય સ્તરે વિપક્ષનો ચહેરો બનવું જોઈએ. આજે વિપક્ષ સંપૂર્ણપણે શાંત છે તેવામાં જો નીતીશ કુમાર તે નજરઅંદાજ કરશે તો ઈતિહાસમાં આ તેમની મોટી ભૂલ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here