દાહોદ નગર પાલિકામાં યોજાનારી સભામાં માત્ર બજેટ રજૂ કરવામાં આવશે

0
4

દાહોદ નગર પાલિકામા 31 માર્ચના રોજ યોજાનારી સભામાં માત્ર બજેટ રજૂ કરવામા આવશે. આ સભામાં વિવિધ સમિતિઓની રચના કરવાનો કોઈ એજન્ડા ન હોવાથી પદ વાંચછુઓ વિમાસણમા મુકાયા છે. એક મહિના સુધી સમિતિઓની રચના શક્ય જણાતી નથી ત્યારે હાલ તો પાલિકાનો વહીવટ પાંચ પાંડવોના હાથમા જ રહશે તે નિશ્ચિત છે.

દાહોદ નગર પાલિકામા ભાજપે 36 માથી 31 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. મુખ્ય પાંચ હોદ્દેદારોની નિમણુંક તારીખ 17 માર્ચના રોજ કરી દેવામા આવી છે પરંતુ અન્ય સમિતિઓની રચના કરવામા આવી નથી. તેવા સમયે નાણાંકીય વર્ષના અંતિમ દિવસ 31 માર્ચના રોજ દાહોદ પાલિકાની સામાન્ય સભા યોજાવાની છે, પરંતુ આ સભામા માત્ર 2021-22નુ બજેટ જ પસાર કરવામા આવશે. કારણ કે સમિતિઓની સંરચનાનો એજન્ડામા નથી. આમ થતા મલાઈદાર ચેરમેનશીપ મેળવવાની કતારમાં ઉભેલાઓની ધીરજ સ્વાભાવિક રીતે જ ખુટી રહી છે.

પાલિકાના પ્રમુખના જણાવ્યા પ્રમાણે સમિતિઓની રચનામા એક મહિનો નીકળી શકે છે અને એપ્રિલ અંત સુધી થવાની શક્યતા છે. તે મોરવા હડફની પેટા ચુંટણીનો હવાલો પણ આપી રહ્યા છે. આમ સુશાસનની વાતોને વરેલા નેતાઓ શહેરીજનોની સુખાકારી માટે વહેલી તકે સમિતિઓની સંરચના કરે તે શહેરના હિતમા છે. પરંતુ હાલ તો પાલિકાનો વહીવટ પંચ પરમેશ્રવર જ કરશે તેમ લાગી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here