અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે સરકાર અને ટ્રસ્ટી મંડળ વચ્ચે બેઠક બાદ નિર્ણય લેવાશે

0
8

અમદાવાદ.  આ અંગે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે, 23 જૂનના રોજ નીકળનારી જગન્નાથજીની રથયાત્રા અંગે તૈયારી ચાલી રહી છે. લોકડાઉન બાદ રથ રિપેરિંગ રંગ રોગાનનું કામ ચાલુ કરવામાં આવશે. આ વખતની રથયાત્રા અંગે 20મેના રોજ ટ્રસ્ટી મંડળની બેઠક યોજાશે. આ બેઠકમાં કેટલા લોકો સાથે રથયાત્રા યોજવી તે અંગે ચર્ચા કરવામાં આવશે. જો કે જગન્નાથજીની રથયાત્રામાં માત્ર મંદિરના મહારાજ અને પૂજારી જ હાજર રહેશે. ભક્તો ટીવીમાં જ રથયાત્રા જોવાની માનસિક તૈયારી રાખે.

23મી જૂને નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે જગદીશ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રઝાએ જણાવ્યું હતું કે 17 મે એ લોકડાઉન ખુલ્યા બાદ સરકાર સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કર્યા બાદ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ રથયાત્રા અંગેનું આયોજન કરવામાં આવશે. રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા અને રથયાત્રામાં કેટલા લોકોને જોડવા અને કઈ રીતે યોજવી તેનું સરકાર સાથે બેઠક બાદ જ નિર્ણય લેવામાં આવશે.

શહેરમાં કોરોના હવે કાબૂમાં રહ્યો નથી. 9મેની સાંજથી 10મેની સાંજ સુધીમાં કોરોનાના 278 નવા કેસ સામે આવ્યા છે અને 18ના મોત થયા છે જ્યારે 266 દર્દીને ડિસ્ચાર્જ કર્યા છે. આમ અત્યાર સુધીમાં 5,818 કેસો અને મૃત્યુઆંક 381 થયો છે. જ્યારે 1373 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

પોલીસ અને સત્તાધીશો વચ્ચે સંકલનનો અભાવ, મેમકો પાસે પરપ્રાંતીયોની ભીડ ઉમટી 

પોલીસ અને સત્તાધીશો વચ્ચે સંકલનના અભાવે આજે મેમકો પાસે પરપ્રાંતીયોની ભીડ ઉમટી પડી હતી. આ પરપ્રાંતીયો ઠક્કરનગરના કોર્પોરેટરના કહેવાથી આવ્યા હતા. આ તમામ પરપ્રાંતીયો  કુબરેનગર,નરોડા અને મેમકો વિસ્તારમાંથી આવ્યા હતા. જો કે આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી નહોતી. તેમજ પાણીની પણ કોઈ વ્યવસ્થા જોવા મળી નથી. જેને પગલે સ્થાનિક પીઆઈ પણ કોર્પોરેટરથી નારાજ થયા હતા અને લોકોને સોશિયેલ ડિસ્ટન્સ મેન્ટેન કરાવવું મુશ્કેલ બન્યું હતું.

દૂધ-છાશની આડમાં વેચાતો તમાકુ-સિગરેટનો જથ્થો જપ્ત

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.જાડેજાએ સોલાના આઈસીબી આઇલેન્ડ ફ્લેટમાં આવેલા અક્ષર પાર્લર પર રેડ કરી દૂધ-છાશની આડમાં વેચાતા તમાકુ,માવા, સિગરેટનો જથ્થો જપ્ત કર્યો હતો.

શહેર અને જિલ્લામાં 20 હજારથી વધુ સુપર સ્પ્રેડરોનું સ્ક્રિનિંગ કરી હેલ્થ કાર્ડ ઇસ્યુ કર્યાં

શહેરમાં હવે કોરોના ફેલાવો સુપર સ્પ્રેડરોના કારણે થતો હોવાને લઇ AMC અને જિલ્લા તંત્ર દ્વારા શાકભાજીના ફેરિયાઓ અને કરીયાણા, મેડિકલ સંચાલકનું સ્ક્રિનિંગ કરી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનમાં કુલ 9623 શાકભાજીના ફેરિયાઓ અને 8794 દુકાનધારકો મળી કુલ 18417 જેટલાં હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં 9 તાલુકામાં 965 શાકભાજી અને 1541 દુકાનધારકો મળી કુલ 2506 લોકોને હેલ્થ કાર્ડ ઇસ્યુ કર્યા છે.

9 તાલુકામાં કુલ 2753 લોકોનું સ્ક્રિનિંગ

અમદાવાદ જિલ્લામાં પણ શાકભાજી અને દુકાનધારકોના કારણે કેસો વધતા સ્ક્રિનિંગ અને હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. જિલ્લામાં આવેલા અલગ અલગ 9 તાલુકામાં કુલ 2753 લોકોનું સ્ક્રિનિંગ કરી 965 શાકભાજી અને 1541 દુકાનધારકો મળી કુલ 2506 લોકોને હેલ્થ કાર્ડ ઇસ્યુ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here