મહેસાણા : તોરણવાળી બજારમાં માત્ર ટુ-વ્હિલરને જ પ્રવેશ અપાશે.

0
6

શહેરમાં દિવાળીના તહેવારોને લઇ ખરીદી માટે લોકોનો ધસારો વધી રહ્યો છે. જેને પગલે બજારોમાં ટ્રાફિક સમસ્યા વકરી છે. આ સમસ્યાના સમાધાન અર્થે શહેરના તોરણવાળી બજારમાં મંગળવારથી માત્ર ટુ-વ્હિલરને જ પ્રવેશ આપવાની સાથે અન્ય વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્રવેશબંધીની અમલવારી માટે તોરણ વાળી ચોકની આસપાસના પિલાજીગંજ, આઝાદ ચોક અને નગરપાલિકા તરફના પ્રવેશ પર બેરીકેટ મુકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here