અમદાવાદ : હવે બાળકો ને બહાર રમવા મોકલનાર માતા પિતા સામે ગુનો નોંધાશે

0
64

અમદાવાદ : કોરોના વાઇરસના કેસો રાજ્યમાં એકતરફ વધી રહ્યા છે. હોટ સ્પોટ સિવાય અન્ય વિસ્તારમાં ચેપના કારણે કેસો સામે આવે છે છતાં લોકો લોકડાઉનનો અમલ ન કરતાં પોલીસ કડક બની છે. લોકડાઉનમાં હવે જો તમારા બાળકો ઘરની બહાર દેખાશે તો પોલીસ તેમના માતા-પિતા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરશે. ઘાટલોડિયામાં આઇલ આસોપાલવ એપાર્ટમેન્ટ નજીક ખુલ્લા પ્લોટમાં રમતાં 7 બાળકોના માતા-પિતા સામે પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

ખુલ્લા પ્લોટમાં 7 બાળકો રમતા હતા

પોલીસને ડ્રોનની વિસ્તારમાં તપાસ કરતા ખુલ્લા પ્લોટમાં 7 બાળકો રમતા મળી આવ્યા હતા. પોલીસે ત્યાં જઈ પૂછતાં તેમના માતા-પિતાએ ઘરની બહાર રમવા મોકલ્યા હતા. જ્યારે વસ્ત્રાપુરના મધુવૃંદ એપાર્ટમેન્ટમાં 8 સગીર અને સગીરાઓ ધાબા પર જોવા મળતા વસ્ત્રાપુર પોલીસે તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે મધુવૃંદ એપાર્ટમેન્ટના ધાબા પર ડ્રોનની મદદથી જોતાં 8 લોકો ટોળું વળી ઉભા હતા. પોલીસે ફ્લેટમાં જઈ પૂછપરછ કરતા 15થી 17 વર્ષના 8 સગીર અને સગીરાઓ મળી આવી હતી. તેમની સામે પોલીસે કડક કાર્યવાહી કરી તેમની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

શાકભાજીની રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી

શહેરના ગીતામંદિર વિસ્તારમાંથી શાકભાજીની રિક્ષામાંથી કાગડાપીઠ પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. લોકડાઉનના અમલ માટે કાગડાપીઠ પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમ્યાનમાં મજૂર ગામ તરફ જતાં રોડ પર એક લીલા કલરની રીક્ષા પડી હતી. જેના પર શાકભાજીની વાન લખ્યું હતું પોલીસે તેમાં જોતા કેટલાક પ્લાસ્ટિકનાં થેલા હતા જેમાં દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી 360 લીટર દેશી દારૂ અને રીક્ષા કબ્જે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here