હેલ્થ અપડેટ : સંજય દત્ત હાલમાં સારવાર માટે દેશની બહાર જશે નહીં, પત્ની માન્યતાએ રિલીઝ કરેલાં સ્ટેટમેન્ટમાં કહ્યું- મુંબઈમાં જ શરૂઆતની ટ્રીટમેન્ટ થશે

0
7

સંજય દત્ત ફેફસાંના કેન્સરની સારવાર માટે હાલ દેશની બહાર જશે નહીં. તેની શરૂઆતની સારવાર મુંબઈમાં જ થશે. માન્યતાએ 18 ઓગસ્ટ, મંગળવારે મોડી રાત્રે રિલીઝ કરેલા સ્ટેટમેન્ટમાં આ વાત કહી હતી. આ પહેલાં સંજય દત્ત મોડી સાંજે બહેન નમ્રતા તથા પ્રિયા દત્ત સાથે કોકિલાબેન હોસ્પિટલ ગયો હતો અને તેણે અહીંયા ફોટોગ્રાફર્સને પોતાના માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું.

પ્રિયાએ તમામ જવાબદારી લીધી છેઃ માન્યતા

માન્યતાએ રિલીઝ કરેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે સંજયના તમામ ચાહકો તથા શુભેચ્છકોનો હું આભાર માની શકું તેમ નથી. સંજય પોતાના જીવનમાં અનેક ચઢાવ-ઊતારમાંથી પસાર થયો છે પરંતુ તે માત્ર ને માત્ર ચાહકોના સપોર્ટને કારણે આમાંથી બહાર આવી શક્યો છે. આથી જ અમે હંમેશાં તમારા આભારી રહીશું. અમે અત્યારે જે પરિસ્થિતિમાં છીએ, તે માટે અમને તમારા પ્રેમની અપેક્ષા છે.

  • એક પરિવાર તરીકે અમે આ પરિસ્થિતિને હકારાત્મકતાની સાથે લડવાનો નિર્ણય લીધો છે. અમે હાસ્ય સાથે જીવનને સામાન્ય રીતે જીવવાના પ્રયાસમાં છીએ, કારણ કે આ એક લાંબી લડાઈ હશે. સંજય માટે નેગેટિવિટી વગર આ કરવાની જરૂર છે.
  • આ મુશ્કેલ સમયમાં હું હોમ ક્વોૉરન્ટીન પીરિયડમાં છું અને તેથી જ સંજયની સાથે હોસ્પિટલમાં તેની સાથે રહીશ નહીં. જોકે, આ પીરિયડ થોડાં સમયમાં પૂરો થઈ જશે. દરેક લડાઈમાં મશાલ લઈને ચાલનારા તથા કિલ્લાની દેખરેખ માટે કોઈ વ્યક્તિ હોય છે.
  • પ્રિયાએ અમારા પરિવાર દ્વારા ચાલતા કેન્સર ફાઉન્ડેશન સાથે બે દાયકાથી કામ કર્યું છે. તેમણે પોતાની માતાને આ બીમારી સામે ઝઝૂમતા જોયા છે. તે જ અમારી મશાલ પકડીને ઊભા છે અને હું કિલ્લાની સંભાળ રાખીશ.
  • જે લોકો સતત પૂછી રહ્યા છે તેમને હું કહેવા માગીશ કે સંજય પોતાની શરૂઆતની સારવાર મુંબઈમાં જ કરાવશે. અમે આગળની યોજના ત્યારે જ બનાવીશું જ્યારે કોવિડ 19ની પરિસ્થિતિ સામાન્ય થઈ જાય. હાલમાં સંજય કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટર્સના શરણે છે.
  • હું દરેકને હાથ જોડીને વિનંતી કરું છું કે સંજયની બીમારીના સ્ટેજ અંગે અનુમાન ના લગાવો. ડૉક્ટર્સને પોતાનું કામ કરવા દો. અમે સતત તેમની તબિયતના સુધારા અંગે અપડેટ આપતા રહીશું.
  • સંજય માત્ર મારા પતિ કે અમારા બાળકોના પિતા નથી પરંતુ પિતા સુનીલ અને માતા નરગિસના ગયા બાદ તે અંજુ તથા પ્રિયા માટે પિતા સમાન છે. તે અમારા પરિવારની દિલ તથા આત્મા છે.
  • જ્યારે અમારો પરિવાર એકદમ હચમચી ઉઠ્યો છે ત્યારે અમે મનથી લડવાનું નક્કી કર્યું છે. તમે કરેલી પ્રાર્થના તથા ભગવાનનો સાથ મેળવીને અમે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીશું. અમે જીતીશું.

View this post on Instagram

*Maanayata Dutt’s statement;* To all of Sanju’s fans and well wishers, I can’t begin to thank you for the love and warmth you have shown him all these years. Sanju has been through many ups and downs in his life, but what has kept him going through every tough phase has always been your adulation and support. And for this, we will always be grateful. We are now being tested through yet another challenge, and I know, the same love and warmth will see him through this time as well. As a family, we have decided to face this with positivity and grace. We are going to go about our life as normally as possible, with a smile, because this will be a tough fight and a long journey. And, we need to do this for Sanju, without any negativity setting in. In these trying times, unfortunately, I have been unable to be by his side in the hospital, due to my home quarantine which ends in a couple of days. Every battle has a torchbearer and someone who holds the fort. Priya who has worked extensively over two decades with our family-run Cancer foundation, and who has also seen her mother battle this illness, has been our incredible torchbearer, while I will hold the fort. For those asking, Sanju will complete his preliminary treatment in Mumbai. We will formulate further plans of travel depending on how and when the covid situation eases. As of now, Sanju is in the best hands of our esteemed doctors at Kokilaben hospital. I request everyone, with my folded hands, to stop speculating the stage of his illness and let the doctors continue to do their work. We will update you all regularly with his progress. Sanju is not only my husband and father to our children, but he has also been a father figure to Anju and Priya, after losing their parents. He is the heart and soul of our family. While our family is shaken up, we are determined to fight tooth and nail. With God and your prayers on our side, together we will overcome, and emerge as winners. #GetWellSoon #SanjayDutt

A post shared by Manav Manglani (@manav.manglani) on

આઠ ઓગસ્ટે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી

સંજય દત્તને આઠ ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર માટે હોસ્પિટલ ગયો હતો. અહીંયા બે દિવસ એડમિટ રહ્યા બાદ રજા લઈને ઘરે આવ્યો હતો. સંજયે પોતાની તબિયત અંગે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે તેનો કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, એક દિવસ બાદ જ એ ન્યૂઝ સામે આવ્યા કે સંજયને ફેફસાંનું કેન્સર છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ એમ કહે છે કે સંજયને ત્રીજા કે ચોથા સ્ટેજનું કેન્સર છે. પરિવાર કે ડૉક્ટર્સે કેન્સર કયા સ્ટેજનું છે તે અંગે કંઈ જ કહ્યું નથી.

માન્યતાએ પહેલા પણ સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું

સંજય દત્તની પત્ની માન્યતાએ 6 દિવસ પહેલા પણ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું. માન્યતાએ ચાહકોને સંજય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. જોકે, તે સમયે માન્યતાએ બીમારી અંગે કોઈ ખુલાસો કર્યો નહોતો પરંતુ સંજયને ફાઈટર કહ્યો હતો. માન્યતા 11 ઓગસ્ટના રોજ દુબઈથી મુંબઈ પરત ફરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here