Saturday, September 24, 2022
Homeશેર માર્કેટ : લાલ નિશાન પર ખુલ્યું બજાર, નિફ્ટીમાં સાધારણ ઘટાડો
Array

શેર માર્કેટ : લાલ નિશાન પર ખુલ્યું બજાર, નિફ્ટીમાં સાધારણ ઘટાડો

- Advertisement -

આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસ એટલે કે સોમવારે શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીની શરૂઆત લાલ નિશાન પર થઈ. સેન્સેક્સ 55.26 અંક (0.14 ટકા) નીચે 40630.24ના સ્તર પર ખુલ્યું.

જ્યારે નિફ્ટીની શરૂઆત 19.25 અંકોના સામાન્ય ઘટાડા (0.16 ટકા)ની સાથે 11,911.10 પર થઈ. વિશ્લેષકોના અનુસાર, આગળ બજારમાં ઉતાર-ચઢાવ જારી રહેશે. માટે નિવેશકોએ સાવધાની વરતવી જોઈએ.

દિગ્ગજ શેરોનો હાલ

દિગ્ગજ શેરોની વાત કરીએ, તો આજે એનટીપીસી, ટાટા મોટર્સ, નેસ્લે ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક અને એલ એન્ડ ટી ના શેરની શરૂઆત લીલા નિશાન પર થઈ. જ્યારે અડાણી પોર્ટ્સ, એચડીએફસી લાઈફ અને ડૉક્ટર રેડ્ડીની શરૂઆત ઘટાડા સાથે થઈ.

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર નાખીએ, તો આજે મીડિયા, એફએમસીજી, પ્રાઈવેટ બેંક, ફાર્મા અને રિયલ્ટીની શરૂઆત તેજી પર થઈ. જ્યારે આઈટી, ફાઈનાન્સ સર્વિસેઝ, મેટલ, ઑટો અને બેંક લાલ નિશાન પર ખુલ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular