શૅર બજાર : ઘટાડા સાથે ખુલ્યું બજાર, સેન્સેક્સ 98 અંક તૂટ્યું

0
7

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે શૅર બજાર ઘટાડા સાથે ખુલ્યું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 98.05 અંક તૂટીને 31,355.46 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 8.90 અંક ઘટીને 9196.70 પર ખુલ્યું. સેન્સેક્સના 50 શૅરોમાથી 29 શૅર્સ લીલા નિશાનમાં અને 21 શૅર લાલ નિશાનમાં ખુલ્યા. મંગળવારે શૅર બજાર ઘટાડા સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 261.84 અંક તૂટીને 31,453.51 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 71.05 અંક ઘટીને 9222.45 પર બંધ થયું. સવારે 9 વાગીને 24 મિનિટ પર સેન્સેક્સ 170.96 અંક ઘટીને 31,282.55 અને નિફ્ટી 63.25 અંક તૂટીને 9142.35 પર કારોબાર કરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here