ચરોતર પંથકમાં સૌપ્રથમ વખત નડિયાદમાં તમાકુ બજારનો પ્રારંભ, ખેડૂતો માટે આર્શીવાદ રૂપ

0
5

ચરોતરના ખેડૂતોનો મુખ્ય પાક ગણાતાં એવા તમાકુના ભાવો મળી રહે અને વેપારીઓ સારી ગુણવત્તાવાળો માલ મેળવી શકે તે માટે નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ આગે કૂચ કરી છે. આ માટે તમાકુ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર ચરોતર પંથકમાં આ એક આગવી પહેલ સમિતિએ કરી છે. જે ખરેખર ખેડૂતો માટે આર્શીવાદ રૂપ નીવડશે.

વેપારીઓને સારી ગુણવત્તાવાળો માલ મળી રહે તે માટે તમાકુ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો

ખેડા-આણંદ જિલ્લામાં દેશી કલકત્તી તમાકુનું મબલખ ઉત્પાદન થાય છે. જોકે સરકાર તમાકુની ખરીદી કરતી નહોવાથી વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ કરે છે. પાકની અછતના સમયે પણ ખેડૂતોને ધાર્યા દામ મળતા નથી. મોટા વેપારીઓ જે ભાવ નક્કી કરે તે ભાવમાં તમાકુ વેચવી પડે છે. દર વર્ષે તમાકુનો પાક તૈયાર થઈ ખેડૂત વેચવા માટે જાય ત્યારે વેપારીઓ અવનવા બહાના જેમ કે લોકડાઉન, જીએસટી વિગેરેના ઓથા તળે ખેડૂતોનું શોષણ કરી નીચા ભાવે તમાકુ લઈ લે છે. નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આ અંગે એક સારી પહેલ કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને પોતાના જથ્થાના પોષણક્ષમ ભાવ મળી રહે અને વેપારીઓને સારી ગુણવત્તાવાળો માલ મળી રહે તે માટે તમાકુ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ખોડીયાર માતાના મંદિર નજીક પીપળાતા મુકામે તમાકુ બજારનો પ્રારંભ

નડિયાદ શહેરના પેટલાદ રોડ પર ખોડીયાર માતાના મંદિર નજીક પીપળાતા મુકામે આ બજારનો પ્રારંભ કરાયો છે. જેનું રીબીન કાપી ખુલ્લો મુકતા નડિયાદ APMCના ચેરમેન વિપુલ પટેલ (ડુમરાલવાળા), વાઇસ ચેરમેન ભાવેશ પટેલ (ડભાણવાળા), ડિરેક્ટર ઘનશ્યામ પટેલ, ભીમા રાઠોડ, ગોરધન પટેલ, ઘનશ્યામ એન. પટેલ, ચિરાગ પટેલ, સેક્રેટરી અરવિંદ પરમાર તેમજ અન્ય ડિરેક્ટરો અને ખેડૂત, વેપારી ભાઈઓ હાજર રહ્યા હતા. ચેરમેને જણાવ્યું હતું કે ખેડૂતોને પોતાના તમાકુ પાકને બજારમાં વેચાણ અર્થે લાવવા અનુરોધ કર્યો છે. સાથે સાથે વેપારીઓ પણ ખરીદી અર્થે બજારમાં આવે તેવું જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here