Tuesday, September 21, 2021
Homeભારત માટે ફરીથી ઓપનિંગ કરતા જોવા મળશે સચિન તેંડુલકર-વીરેન્દ્ર સહેવાગ, નવી લીગની...
Array

ભારત માટે ફરીથી ઓપનિંગ કરતા જોવા મળશે સચિન તેંડુલકર-વીરેન્દ્ર સહેવાગ, નવી લીગની જાહેરાત

મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારા, વીરેન્દ્ર સહેવાગ, ઓસ્ટ્રેલીયન ઝડપી બોલર બ્રેટ લી અને શ્રીલંકાના તિલકરત્ને દિલશાન જેવા દિગ્ગજ ક્રિકેટર આગામી વર્ષના શરુઆતમાં આયોજીત થનારી વર્લ્ડ સીરીઝ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે. અ ટુર્નામેન્ટ વાર્ષિક ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ હશે જેમાં પાંચ દેશના ૭૫ થી વધુ લેજેન્ડ રમશે અને રસ્તા સુરક્ષાને લઈને જાગરુકતા ફેલાવશે. સચિન તેંડુલકરને રોડ સેફટી વર્લ્ડ સીરીઝના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી રાખવામાં આવ્યા છે જયારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર ટુર્નામેન્ટ કમિશ્નર હશે.

એક પ્રેસ કોન્ફરન્સમાં આ લીગની જાહેરાત કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, બ્રાયન લારા, વીરેન્દ્ર સહેવાગ, તિલકરત્ને દિલશાન, બ્રેટ લી અને જોન્ટી રોડ્સ હાજર રહ્યા હતા. નિયમિત ક્રિકેટથી નિવૃત્તિ લઇ ચુકેલા ૭૫ થી વધુ ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની જાહેરાત કરી દીધી છે.

આ છે ફોર્મેટ

પાંચ ટીમોની વચ્ચે આ ટુર્નામેન્ટ આગામી વર્ષે ચારથી ૧૬ ફ્રેબુઆરીની વચ્ચે રમાશે અને તેનું આયોજન દેશના પ્રમુખ સ્થળો પર થશે. ટુર્નામેન્ટમાં ઇન્ડિયા લેજેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા લેજેન્ડ્સ, સાઉથ આફ્રિકા લેજેન્ડ્સ, શ્રીલંકા લેજેન્ડ્સ અને વેસ્ટ ઇન્ડીઝ લેજેન્ડ્સ નામની ટીમો ભાગ લેશે.

૧૦ વર્ષ સુધી રમાશે ટુર્નામેન્ટ

ટુર્નામેન્ટનું આયોજન પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રુપ અને મહારાષ્ટ્ર સરકારના માર્ગ સલામતી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એવામાં ટુર્નામેન્ટનું આયોજન ભારતમાં આગામી ૧૦ વર્ષ સુધી કરવામાં આવશે. ટુર્નામેન્ટના આયોજનકર્તાઓએ ઓગસ્ટ ૨૦૧૮ માં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડથી તેની પરવાનગી લીધી હતી.

નિવૃત્તિ બાદ ત્રીજી વખત રમશે સચિન તેંડુલકર

૨૦૧૩ મ નિવૃત્તિ લીધા બાદ સચિન તેંડુલકર ત્રીજી વખત ચાહકોની સામે રમતા જોવા મળશે. નિવૃત્તિ બાદ સચિન તેંડુલકરે ૨૦૧૪ માં લોર્ડસમાં એમસીસી માટે રેસ્ટ ઓફ ધ વર્લ્ડ સામે એક મેચ રમી હતી. ત્યાર બાદ સચિન તેંડુલકરે ૨૦૧૫ માં અમેરિકામાં ત્રણ ટી-૨૦ મેચ રમી હતી.

લીગના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર

ભારતના લોકોને ક્રિકેટ પસંદ છે અને આ રમતને રમવી અમારા માટે સૌભાગ્યની વાત છે. ક્રિકેટ અને ક્રિકેટના ખેલાડીઓના પ્રતિ લોકોના પ્રેમ અને સ્નેહને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. હુ નિયમિત રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરુ છુ અને સુરક્ષીત રીતે ગાડી ચલાવવા અંગે લોકોને જણાવી રહ્યો છુ. મને આ લીગમાં સામેલ થવાથી વાસ્તવમાં ખુશી છે, જેનાથી ક્રિકેટની દિગ્ગજ હસ્તીઓને એક વાર ફરીથી મેદાનમાં ઉતરવાની તક મળશે પરંતુ આ સુંદર રમત દ્વ્રારા સમાજ પ્રત્યેની આપણી ફરજ નિભાવવામાં પણ મદદ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments