ડોભાલની દેખરેખમાં ઓપરેશન : મ્યાનમાર પૂર્વોત્તરમાં સક્રિય 22 ઘૂસણખોર આજે ભારતને સોંપશે, વિશેષ વિમાન મારફતે ગુવાહાટી પહોંચશે

0
9

નવી દિલ્હી. મ્યાનમાર આજે 22 જેટલા ઘૂસણખોર ભારતને સોપશે. આ તમામ આસામ સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં સક્રિય હતા. આ સંપૂર્ણ ઓપરેશન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને ભારતની મોટી વ્યૂહાત્મક જીત માનવામાં આવે છે. ઘૂસણખોરોને લઈ આવનારું આ વિમાન પહેલા ઈમ્ફાલમાં રોકાશે, ત્યારબાદ ગુવાહાટી જશે. આ પહેલી વખત છે કે જ્યારે મ્યાનમાર દ્વારા ઘૂસણખોરો ભારતને સોંપવામાં આવશે.એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ઘૂસણખોરોને મણિપુર અને આસામ પોલીસને સોંપવામાં આવશે. આ તમામ NDFB(S),NNLF,PREPAK(Pro),KYKL, PLA અને KLO જૂથ સાથે જોડાયેલા છે.

ગયા વર્ષે મ્યાનમારની આર્મીએ ચલાવ્યું હતું અભિયાન

ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સેનાએ ભારતીય ઘૂસણખોરો સામે અભિયાન ચલાવ્યું હતું. આ ઘૂસણખોરો મ્યાનમારમાં છૂપાઈ જતા હતા. તેને લઈ ભારતીય સેના પણ મ્યાનમાર સાથે જોડાયેલી સીમા નજીક પહોંચી હતી. ગયા વર્ષે જૂનમાં ઈસ્ટર્ન આર્મી કમાન્ડર રહેલા લેફ્ટેનન્ટ જનરલ એમએમ નરવણે (હવે સેના પ્રમુખ)એ કહ્યું હતું કે મ્યાનમાર સેના સતત પૂર્વોત્તરમાં સક્રિય ભારતીય જૂથો સામે અભિયાન ચલાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here