Home ગેજેટ લોન્ચ :ઓપો કંપનીએ વાયરલેસ ઈયરફોન ‘ઈન્કો ફ્રી’ લોન્ચ કર્યા

લોન્ચ :ઓપો કંપનીએ વાયરલેસ ઈયરફોન ‘ઈન્કો ફ્રી’ લોન્ચ કર્યા

0
52

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની ઓપોની સબબ્રાન્ડ કંપની ઓપોએ કેટલાક દિવસ પહેલાં જ તેના વાયરલેસ હેડફોન ‘રિઅલમી બડ્સ એર’ લોન્ચ કર્યા હતા. ગુરુવારે ઓપો કંપનીએ ચીનમાં ‘ઈન્કો ફ્રી’ વાયરલેસ ઈયરફોન લોન્ચ કર્યા છે. આ હેડફોનને કંપનીએ ઈન્નો ડે 2019 કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો. ચીનમાં તેની કિંમત 699 ચીની યુઆન (આશરે 7 હજાર રૂપિયા) છે. ચીનમાં તેનાં વ્હાઈટ, પિન્ક અને બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

‘ઈન્કો ફ્રી’ વાયરલેસ હેડફોનનાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ ઈયરફોન એપલ કંપનીના એરપોડ્સ જેવા લાગે છે. રિઅલમીના ઈયરફોન પણ ‘એરપોડ્સ’ જેવા જ દેખાય છે પરંતુ આ ઈયરફોન રિઅલમી કરતાં થોડાં અલગ છે.
  • આ ઈયફોનમાં ગ્લો ડિઝાઈન આપવામાં આવી છે. ઈયરફોનને કન્ટ્રોલ અથવા કમાન્ડ આપવા માટે સ્લાઈડર બટન આપવામાં આવ્યું છે.
  • ઈયરફોનની ડાબી બાજુની પેરથી વોલ્યુમ કન્ટ્રોલ કરીશકાય છે અને જમણી બાજુની પેરથી ગીતો બદલી શકાય છે.·
  • આ ઈયરફોનમાં 13.4mmનાં ડાયનેમિક ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે. તે ડ્યુઅલ માઈક્રોફોન બીમ ફોર્મિગ ટેક્નોલોજી સપોર્ટ કરે છે.
  • ઈયરફોનનાં કેસ પર બ્રાન્ડિંગ સાથે LED ઈન્ડિકેટર પણ આપવામાં આવ્યાં છે. કેસની જમણી બાજુએ પેરિંગ અને રિસેટ બટન આપવામાં આવ્યું છે.
Live Scores Powered by Cn24news