Home ગેજેટ Oppo A31 ટ્રિપલ રિયર કેમેરા સાથે લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

Oppo A31 ટ્રિપલ રિયર કેમેરા સાથે લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

0
29

Oppoએ પોતાના મિડ રેન્જ A સીરીઝ લાઇન અપમાં નવો સ્માર્ટફોન Oppo A31 લોન્ચ કર્યો છે. હાલ તેને માત્ર ઇન્ડોનેશિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. Oppo A31 2020 સ્માર્ટફોનમાં Media Tek Helio P35 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

  • Oppo એ નવો સ્માર્ટફોન Oppo A31 લોન્ચ કર્યો
  • Oppo A31 સ્માર્ટફોનમાં Media Tek Helio P35 પ્રોસેસર આપવામાં આવ્યું
  • તેમા 6.5 ઇન્ચ HD + (720x 1600 પિક્સલ) ડિસપ્લે આપવામાં આવી છે

Oppo A31 2020ની કિંમત IDR 25,99,000 (લગભગ 13,500 રૂપિયા) રાખવામાં આવી છે અને આ હાલ ઇન્ડોનેશિયામાં જ લોન્ચ કરાયો છે. ગ્રાહકોને આ સ્માર્ટફોન મિસ્ટ્રી બ્લેક અને ફેન્ટેસી વાઇટ કલર ઑપ્શનમાં ઉપલબ્ધ હશે. હાલ બીજા બજારોમાં તેની લોન્ચિંગને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી.

Oppo A31ના સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોન એક મિડ રેન્જ સ્માર્ટફોન છે અને તેમા ડુઅલ-સિમ (નેનો) સપોર્ટની સાથે Media Tek Helio P35 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 4 GB રેમ અને 1.28 GB સ્ટોરેજની સાથે આવે છે. અન્ય સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમા 6.5 ઇન્ચ HD + (720x 1600 પિક્સલ) ડિસપ્લે, 4230 mAh બેટરી અને રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

હવે વાત કરવામાં આવે ફોટોગ્રાફીની તો, Oppo A31 (2020) ના રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપેલ છે. આ સેટઅપનો પ્રાઇમરી કેમેરો 12 MPનો છે. સાથે જ અહીં 2 MPનો મેક્રો કેમેરો અને 2 MP નો ડેપ્થ સેન્સર પણ આપવામાં આવ્યું છે. તેનો ફ્રન્ટ કેમેરો 8 MPનો છે. આ કેમેરો વાટરડ્રૉપ સ્ટાઇલ વાળા નૉચમાં પ્લેસ કરાયો છે.

કનેક્ટિવિટીના મામલે તેમા 4G/LTE, Wi-Fi અને બ્લૂટૂથ 5.0નો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમા માઇક્રો USB પોર્ટ અને 3.5 mm હેડફોન જેકનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

Live Scores Powered by Cn24news