Oppo A5 અને Oppo F11 Proના 64GB વેરિઅન્ટની કિંમતમાં ઘટાડો થયો

0
109

ગેજેટ ડેસ્ક. Oppo A5 અને Oppo F11 Pro નાં 64GB વેરિઅન્ટસની કિંમત ભારતમાં હંમેશાં માટે ઘટાડી દેવામાં આવી છે. આ બંને સ્માર્ટફોન્સની કિંમતમાં રૂ. 2,000 સુધીનો ઘટાડો થયો છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં Oppo A5નો 64GB વેરિઅન્ટસ ભારતમાં લોન્ચ થયો હતો. આ સ્માર્ટફોન ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ, AI બ્યૂટી 2.0 અને સ્નેપડ્રેગન 450 પ્રોસેસર સાથે આવે છે.

128GB વેરિઅન્ટની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી

ગત મહિનાની શરૂઆતમાં Oppo F11 Proની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે 64GB વેરિઅન્ટસની કિંમત પણ ઘટાડવામાં આવી છે. મળતા અહેવાલ અનુસાર Oppo A5 ની વાત કરીએ તો, 64 જીબી વેરિઅન્ટ્સની કિંમત રૂપિયા 12,990 હતી જે ઘટાડીને હવે રૂપિયા 11,990 કરવામાં આવી છે. એટલે તેમાં રૂપિયા 1000 નો ઘટાડો થયો છે. ગ્રાહકો આ ફોન ફ્લિપકાર્ટ, એમેઝોન અને ઑફલાઇન સ્ટોર પરથી નવી કિંમતે ખરીદી શકશે. Oppo A5 64GB આ વર્ષે એપ્રિલ મહિનામાં લોન્ચ થયો હતો.

Oppo F11 Pro નાં 64GB વેરિઅન્ટની કિંમત 22,990 રૂપિયા હતી જે ઘટાડીને નવી કિંમત 20,990 રૂપિયા કરવામાં આવી છે. જો કે, 128GBની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આ વેરિઅન્ટ ફક્ત 23,990 રૂપિયાના જૂના ભાવે જ ઉપલબ્ધ થશે. Oppo F11 Pro માર્ચ મહિનામાં રૂપિયા 24,990 ની કિંમતે લોંચ થયો હતો. આ ભાવ 6GB રેમ + 64GB સ્ટોરેજ વેરીઅન્ટ્સ માટે રાખવામાં આવ્યો હતો. જો કે, પાછળથી 128GB વેરિઅન્ટ 25,990 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું.

ડ્યુઅલ-સિમ સપોર્ટ સાથેનો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.1 ઓરિયો આધારિત ColorOS 5.1 પર ચાલે છે, તેમાં 6.2 ઇંચની HD+ (720×1520 પિક્સેલ્સ) ફૂલવ્યૂ ડિસ્પ્લે આપી છે. આ ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 450 પ્રોસેસર પર કામ કરે છે ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ (13 મેગાપિક્સલનો અને 2 મેગાપિક્સેલ) આપ્યા છે. ફ્રન્ટમાં સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે. ફોનની તેની બેટરી 4,230mAhની છે.

આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9 પાઇ આધારિત ColorOS 6 પર ચાલે છે. તેમાં 6.53-ઇંચ પૂર્ણ HD+ (1080×2340 પિક્સેલ્સ) LCD ડિસ્પ્લે આપી છે. આ સ્માર્ટફોનમાં 6GB રેમ સાથે ઓક્ટા-કોર મીડિયા ટેક હેલીયો P70 પ્રોસેસર આવે છે. ફોટોગ્રાફી માટે, રિઅરમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને 16 મેગાપિક્સલનો પોપ-અપ સેલ્ફિ કેમેરા આપ્યો છે. તેની બેટરી 4,000mAhની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here