Thursday, October 28, 2021
Homeભારતની ફેક્ટરીમાં ઓપ્પો દર 3 સેકંડે 1 સ્માર્ટફોન બનાવે છે
Array

ભારતની ફેક્ટરીમાં ઓપ્પો દર 3 સેકંડે 1 સ્માર્ટફોન બનાવે છે

ભારતીય બજારમાં ચીની કંપની ઓપ્પોના સ્માર્ટફોનની ડિમાન્ડ સતત વધી રહી છે. કંપનીની F 19 પ્રો સિરીઝે ફક્ત 3 દિવસમાં જ 2,300 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું. હવે કંપનીએ કહ્યું કે, તેના નોઈડા પ્લાન્ટમાં દર 3 સેકંડે 1 સ્માર્ટફોન તૈયાર કરવામાં આવે છે. નોઇડા પ્લાન્ટ 110 એકરમાં ફેલાયેલો છે.

કંપનીએ કહ્યું કે, તેની સપ્લાય ચેઇનને વધુ સારી રીતે જાળવી રાખવા માટે ફેક્ટરીમાં 12 લાખ કરતા વધારે મટિરિયલ્સ સ્ટોકમાં રાખવામાં આવ્યું છે. ‘ઓપ્પો સ્માર્ટફોનની વધતી લોકપ્રિયતા સાથે અમે વધતી માગને પહોંચી વળવા માટે અમારી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા પર વધુ કામ કરીશું,’ એમ ઓપ્પો ઇન્ડિયાના પ્રમુખ એલ્વિસ ઝોઉએ જણાવ્યું હતું.

દર મહિને 60 લાખ કરતાં વધારે સ્માર્ટફોન બને છે

ઓપ્પોમાં નોઈડા સ્થિત પ્લાન્ટમાં 10,000થી વધુ વર્કર કામ કરે છે. તેઓ એક મહિનામાં 60 લાખથી વધુ સ્માર્ટફોન બનાવે છે. આ મેન્યુફેક્ચરિંગ યૂનિટને ચાર ભાગોમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં એસેમ્બલી, SMT (સરફેસ માઉન્ટ ટેકનોલોજી), સ્ટોરેજ અને સપ્લાય વેરહાઉસનો સમાવેશ થાય છે.

કંપની દર વર્ષે નોઈડા પ્લાન્ટમાં જુદા જુદા સેગમેન્ટમાં 5 કરોડથી વધુ સ્માર્ટફોન બનાવે છે. ઓપ્પોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક મહિનામાં કંપની વધુ એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ મોબાઇલ ફોન લોન્ચ કરી શકે છે, જે વિવિધ રેન્જના હશે.

F 19પ્રો સિરીઝની ડિમાન્ડ

ઓપ્પોએ ભારતમાં આ સિરીઝના બે સ્માર્ટફોન, F 19પ્રો પ્લસ 5G અને F 19પ્રો લોન્ચ કર્યાં છે. આ મિડ રેન્જ કિંમતવાળી સિરીઝ છે. આ સિરીઝને તેની બધી જૂની સિરીઝની તુલનાએ પ્રથમ દિવસે 70% કરતાં વધુ ગ્રોથ મળ્યો છે. આ સિરીઝનો 5G ફોન પણ સસ્તો સ્માર્ટફોન છે.

ઓપ્પો F 19પ્રો સિરીઝની કિંમત

મોડેલ વેરિઅન્ટ કિંમત
F19 પ્રો 8GB +128GB 21,490 રૂપિયા
F19 પ્રો 8GB +256GB 23,490 રૂપિયા
F19 પ્રો+ 5G 8GB +128GB 25,990 રૂપિયા

સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ

ફોનમાં 6.4 ઇંચની ફુલ HD AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 2400 x 1800 રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. ડિસ્પ્લેને કોર્નિંગ ગોરિલા ગ્લોસનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ફોનમાં પોલી કાર્બોનેટ બોડી આપવામાં આવી છે, જેના કારણે ફોનની ગ્રિપ સારી થાય છે. આ એન્ડ્રોઇડ 11 પર રન કરે છે. ફોનમાં ઓક્ટાકોર મીડિયાટેક પ્રોસેસર સાથે 8GB રેમ મળશે. તેનું ઓનબોર્ડ સ્ટોરેજ 128GB છે.

તેમાં ક્વાડ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલનો વાઇડ એંગલ મેક્રો શૂટર કેમેરા, 2 મેગાપિક્સલનો પોટ્રેટ સેન્સર અને 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર કેમેરા છે. આ કેમેરા પોટ્રેટ વીડિયો, ફોકસ લોક ડ્યુઅલ વ્યૂ વીડિયો અને નાઇટ પ્લસ જેવાં ફીચર્સને સપોર્ટ કરે છે. ફ્રંટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

ફોનમાં 4310mAh બેટરી આપવામાં આવી છે. તે 50Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આમાં 3.5mm હેડફોન જેક, Type-C યુસીબી પોર્ટ જેવી કનેક્ટિવિટી મળશે. સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. તેની કિંમત 25,990 રૂપિયા છે. તેનું વેચાણ 17 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.

ઓપ્પો F 19 Proનાં સ્પેસિફિકેશન અને ફીચર્સ

આ ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તેમજ, એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. તેમાં 6.4 ઇંચની ફુલ HD AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં પણ 48 મેગાપિક્સલનો ક્વાડ રિઅર કેમેરા હશે. ફોનમાં 8GB રેમ પણ મળશે. તેમજ, તમે તેને 128GB અને 256GB બંને ઓનબોર્ડ સ્ટોરેજમાં ખરીદી શકશો.

તેમાં 4,310mAhની બેટરી આપવામાં આવી છે, જે 30Wના ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે. ફોનના 128GB વેરિઅન્ટની કિંમત 21,490 રૂપિયા છે. 256GB વેરિઅન્ટની કિંમત 23,490 રૂપિયા છે. તેનું વેચાણ પણ 17 માર્ચથી શરૂ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments