સરકારનાં એક પછી એક હિમ્મતભર્યા નિર્ણયથી વિરોધીઓ ડઘાઈ ગયા છે : સીએમ રૂપાણી

0
11

દેશમાં આજે નાગરિકતા સુધારણા કાયદાને લઇને જબરદસ્ત વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા આ કાયદાને લઇને વિરોધ વધુ જોવા મળી રહ્યો છે. જેને જોયા બાદ પણ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ કાયદાને લાગુ કરવામાં પાછી પાની કરવાની ના કરી દીધી છે, ત્યારે હવે ગુજરાતની રૂપાણી સરકાર પણ આ કાયદાનાં સમર્થનમાં હોવાનુ સ્પષ્ટ જાહેર કરી ચુકી છે.

ગાંધીનગર ખાતે પત્રકારો સમક્ષ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજભાઇ રૂપાણીએ આ કાયદાને લઇને સ્પષ્ટતા કરતા કહ્યુ કે, આ કાયદાથી લોકો સંતુષ્ટ છે, કારણ કે આ કાયદાથી ભારતીય નાગરિકોને કોઇ તકલીફ પડવાની નથી, પછી તેમા હિન્દુ હોય કે મુસલમાન. પરંતુ સરકારનાં એક પછી એક હિમ્મતભર્યા નિર્ણયથી વિરોધીઓ ડઠાઇ ગયા છે, ગેરસમજ અને ખોટી વાતો કરીને લોકોને અને દેશને અશાંત કરવાના કોંગ્રેસ સહિત તમામ પક્ષો જે પ્રયત્ન કરી રહ્યા છે, તે બંધનું આયોજન જોઇને સમજી શકાય છે કે તેમનો આ આયોજન નિષ્ફળ ગયુ છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ પૂર જોશ સાથે લોકો કરી રહ્યા છે. જેની શરૂઆત આસામથી થઇ હતી જે હવે દેશભરમાં જોવા મળી રહ્યુ છે. ત્યારે તેનાથી ગુજરાતનું અમદાવાદ શહેર પણ અછોતુ ન રહી શક્યુ. અહી ગઇકાલે એટલે કે ગુરુવારે વિરોધ પ્રદર્શન શાંતિ પૂર્ણ થવાની જગ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયુ હતુ. આ વિરોધ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓ ગુસ્સામાં આવીને પોલીસ પર જ પથ્થરમારો કરવા લાગ્યા હતા. જેમા ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here