ગ્રામીણ ડાક સેવક બનવાની તક રાજ્યમાં 2510 જગ્યા, 4 સપ્ટેમ્બર અંતિમ તારીખ

0
387

યુટિલિટી ડેસ્ક: ઇન્ડિયા પોસ્ટે ગુજરાત સહિત અસમ, બિહાર, કર્ણાટક, કેરળ અને પંજાબ પોસ્ટ સર્કલ માટે ગ્રામીણ ડાક સેવક (GDS) પોસ્ટ પર ભરતી માટે અરજી મગાવી છે. નોકરી શોધી રહેલા યુવકો માટે આ સારી તક છે. ગ્રામીણ ડાક સેવક (GDS) પોસ્ટની કુલ 10,066 જગ્યા માટે અરજી મગાવવામાં આવી છે, જેમાંથી ગુજરાત સર્કલ માટે 2510 જગ્યા છે.

ગ્રામીણ ડાક સેવકે પોસ્ટલ ટિકિટ્સનું વેચાણ અને સ્ટેશનરી, મેસેજ અને પોસ્ટની ડિલિવરી તથા પોસ્ટ માસ્ટર સબ પોસ્ટ માસ્ટર દ્વારા સોંપવામાં આવેલી અન્ય કામગીરી કરવાની રહેશે. ઉપરાંત નોકરીમાં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઈપીપીબી)ની કામગીરીનો પણ સમાવેશ થાય છે. ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે અરજીની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર છે. આ જગ્યાઓ પર અરજી માટે ઉમેદવારની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

કેવી રીતે અપ્લાય કરશો? 
આ જગ્યાઓ પર અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ઇન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ appost.in/gdsonline પર જઈ શકે છે. ઓફિશિયલ નોટિફિકેશન પણ આ સાઇટ પર મળી રહેશે.

લાયકાત 
માન્ય સ્કૂલ બોર્ડમાંથી ધોરણ 10 ગણિત-અંગ્રેજી સાથે પાસ હોવું જોઈએ. આ સાથે ઉમેદવારે ધોરણ 10 સુધી સ્થાનિક ભાષાનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. ઉપરાંત ઉમેદવારે માન્ય સંસ્થામાંથી 60 દિવસનો બેસિક કમ્પ્યુટર ટ્રેનિંગ સર્ટિ. કોર્સ કરેલો હોવો જરૂરી છે. આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here