809 રૂપિયાનો LPG ગેસ સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં ખરીદવાની તક

0
5

રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં 1 એપ્રિલથી 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેનાથી કરોડો ગ્રાહકોને થોડી રાહત મળી છે, હવે સબ્સિડી વગરના 14.2 કિગ્રા LPG ગેસ સિલિન્ડરની કિંમત 809 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. પરંતુ તમે 809 રૂપિયાનો સિલિન્ડર 9 રૂપિયામાં ખરીદી શકો છો. પેટીએમે તેના ગ્રાહકો માટે બંપર ઓફર શરૂ કરી છે. આ ઓફર અંતર્ગત તમે 809 રૂપિયાનો સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં ખરીદી શકો છો.

જાણો શું છે ઓફર

પેટીએમે કેશબેક ઓફરની શરૂઆત કરી છે. આ કેશબેક ઓફર અંતર્ગત જો કોઈ ગ્રાહક ગેસ સિલિન્ડર બુક કરશે તો તેને 800 રૂપિયા સુધી કેશબેક મળી શકે છે. પેટીએમની આ ઓફર 30 એપ્રિલ 2021 સુધી ચાલુ છે. એટલે કે આ આખો મહિનો તમારી પાસે સસ્તો LPG ખરીદવાની તક છે.

ઓફરનો લાભ ઉઠાવવા શું કરવું

જો તમે આ ઓફરનો લાભ લેવા માગતા હોવ તો સૌથી પહેલા તમારા ફોનમાં Paytm App ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારે ગેસ એજન્સી પાસેથી સિલિન્ડર બુક કરવો પડશે. તેના માટે Paytm એપમાં Show more પર જઈને ક્લિક કરો, ત્યારબાદ Recharge and Pay Bills પર ક્લિક કરો. ત્યારબાદ તમને book a cylinderનો ઓપ્શન દેખાશે. અહીં જઈને તમે તમારા ગેસ પ્રોવાઈડરને સિલેક્ટ કરો. બુકિંગ પહેલા તમારે FIRSTLPG પ્રોમો કોડ એન્ટર કરવો પડશે. બુકિંગના 24 કલાકની અંદર તમને કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળી જશે. આ સ્ક્રેચ કાર્ડને 7 દિવસની અંદર ઉપયોગ કરવું પડશે.​​​​​​​

ફ્રીમાં LPG કનેક્શનના નિયમ બદલાશે

સરકાર ટૂંક સમયમાં LPG કનેક્શન આપતી યોજનાની સબ્સિડી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી શકે છે. પેટ્રોલિયમ મંત્રાલય ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે (BPL)ના લોકોને મફત LPG કનેક્શન આપે છે. કેન્દ્ર સરકારે આ વર્ષે બજેટમાં 1 કરોડ નવા ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે ઓયલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ના એડવાન્સ પેમેન્ટ મોડેલમાં ફેરફાર કરવામાં આવી શકે છે. તેના માટે સબ્સિડીના સ્ટબ્સિડીના સ્ટ્રક્ચરને બદલવું પડશે. રિપોર્ટના અનુસાર, પેટ્રોલિયમ મંત્રાલય સબ્સિડીના 2 નવા સ્ટ્રક્ચર્સ પર કામ કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here