Monday, October 25, 2021
Homeફરીથી સોનામાં રોકાણ કરવાની તક : સોવરેન ગોલ્ડ બોન્ડની બીજી સિરીઝ 24મેથી...
Array

ફરીથી સોનામાં રોકાણ કરવાની તક : સોવરેન ગોલ્ડ બોન્ડની બીજી સિરીઝ 24મેથી શરૂ થશે

જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડની પહેલી સિરીઝમાં રોકાણ કરવાનું ચૂકી ગયા હોવ તો 24 મેથી સરકાર તમને રોકાણ કરવાની બીજી તક આપી રહી છે. રિઝર્વ બેંક (RBI) 24મેથી 28 મે સુધી બીજી સિરીઝ જાહેર કરશે. સરકારે તેના માટે ગ્રામ દીઠ 4,842 રૂપિયા ભાવ નક્કી કર્યો છે. જે લોકો તેના માટે ઓનલાઈન અરજી કરશે અને ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરશે, તેમને ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

પહેલી સિરીઝમાં 4,777 રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી હતી

સોવરેન ગોલ્ડ બોન્ડની સિરીઝ 17થી 21મે સુધી ચાલુ હતી. તેના અંતર્ગત ગ્રામ દીઠ સોનાની કિંમત 4,777 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. એટલે કે 2 દિવસમાં જ તેની કિંમત ગ્રામ દીઠ 65 હજાર રૂપિયા અને 10 ગ્રામ દીઠ 650 રૂપિયા વધી ગઈ છે.

ડિજિટલ પેમેન્ટ કરવા પર એક્સ્ટ્રા ફાયદો મળશે

જે લોકો તેના માટે ઓનલાઈન અરજી કરશે અને ડિજિટલ પેમેન્ટથી ચુકવણી કરશે તેમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. જો તમે આ માધ્યમોથી ગોલ્ડ બોન્ડ લો છો તો તમને 10 ગ્રામ દીઠ 500 રૂપિયાનો વધારાનો ફાયદો થશે.

માર્કેટમાં ગોલ્ડ બોન્ડ કરતાં સોનું મોંઘું

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર, 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ 48,553 પહોંચી ગયો છે. એટલે કે સોવરેન ગોલ્ડ બોન્ડની કિંમત ઓછી છે. જો કે આ તફાવત ઘણો ઓછો છે.

6 સિરીઝમાં સોવરેન ગોલ્ડ બોન્ડ જાહેર થશે

કેન્દ્રીય નાણા મંત્રાલય તરફથી મળતી જાણકારી પ્રમાણે, સોવરેન ગોલ્ડ બોન્ડ મેથી લઈને સપ્ટેમ્બરની વચ્ચે 6 હપ્તામાં જાહેર કરવામાં આવશે. તેમાંથી પહેલી સિરીઝ જાહેર થઈ ગઈ છે.

તેમાં રોકાણ કરવામાં વિલંબ ન કરો

પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ અને ઓપ્ટિમા મની મેનેજર્સના સંસ્થાપક અને CEO પંકજ મઠપાલના જણાવ્યા પ્રમાણે, સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે. કેમ કે કોરોનાનાં કારણે દુનિયામાં અત્યારે પણ અનિશ્ચિતનો માહોલ છે અને વૈજ્ઞાનિકોના અનુસાર, આવનાર મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવવાની બાકી છે. આવી સ્થિતિમાં આવનાર દિવસોમાં સોનું વધુ મોંઘું થઈ શકે છે. તેથી સોનામાં અત્યારે રોકાણ કરવાથી ફાયદો થશે

તેને ખરીદવાનું સરળ છે

ગોલ્ડ ખરીદવા માટે તમારે તમારા બ્રોકર દ્વારા ડીમેટ અકાઉન્ટ ખોલાવું પડશે.

તેમાં NSE પર ઉપલબ્ધ ગોલ્ડ ETFના યુનિટ તમે ખરીદી શકો છો અને તેના જેટલી રકમ તમારા ડિમેટ અકાઉન્ટ સાથે જોડાયેલા બેંક અકાઉન્ટમાંથી કટ કરવામાં આવશે.

પહેલી સિરીઝમાં રોકાણ કરવા પર તમારા ડિમેટ અકાઉન્ટમાં 25 મેના રોજ ગોલ્ડ બોન્ડ ડિપોઝિટ થઈ જશે.

ઓફલાઈન પણ રોકાણ કરી શકાય છે

RBIએ આ સ્કીમમાં રોકાણ માટે અનેક ઓપ્શન આપ્યા છે. બેંકની શાખા, પોસ્ટ ઓફિસ, સ્ટોક એક્સચેન્જ અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનાં માધ્યમથી તેમાં રોકાણ કરી શકાય છે. રોકાણકારે અરજી માટે એક ફોર્મ ભરવું પડે છે. ત્યારબાદ તેમનાં અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. ડીમેટ અકાઉન્ટમાં આ બૉન્ડ ટ્રાન્સફર કરવામાં આવે છે. રોકાણ કરવા માટે PAN આપવો જરૂરી છે.

આ બોન્ડ તમામ બેંકો, સ્ટોર હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિમિટેડ (BSE) દ્વારા વેચવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments