Thursday, August 5, 2021
Homeકિસાન આંદોલનની આડમાં વિપક્ષો સક્રિય બન્યાં, આંદોલનને થાળે પાડવા કેન્દ્ર સરકારના પ્રયાસો...
Array

કિસાન આંદોલનની આડમાં વિપક્ષો સક્રિય બન્યાં, આંદોલનને થાળે પાડવા કેન્દ્ર સરકારના પ્રયાસો તેજ, મંગળવારનો દિવસ નિર્ણાયક બનશે

દેશભરમાં કૃષિ કાયદાને લઈને ટકરાવ ચરમ પર જોવા મળી રહ્યો છે. દિલ્હીની ચારેબાજુ ખેડૂતો આ કાયદો પાછો ખેંચવાની માગને લઈને અડગ છે. અને આ કાયદાના વિરૂદ્ધમાં 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત પણ કરી છે. ત્યારે આ આંદોલનનો ચેપ સમગ્ર દેશમાં લાગી ગયો હોય તેમ ખેડૂતો 8 ડિસેમ્બરના બંધના એલાનને મોટા ભાગના વિપક્ષ સમર્થનો કરી રહ્યાં છે.

આંદોલનનો ‘ચેપ’: દેશમાં કોરોનાની સાથે સાથે હવે ખેડૂત આંદોલન પણ હોટ ટોપિક બન્યું છે. 12 દિવસથી દેશના ખેડૂતો દિલ્હીમાં કૃષિ-કાયદાના વિરોધમાં ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે અને એક પછી એક બેઠકો નિષ્ફળ ગયા પછી હવે વિવિધ કિસાન સંગઠનો દ્વારા કાલે ભારત બંધનું એલાન પણ જાહેર કરવામાં આવ્યું છે. આરંભે યુપી, પંજાબ, હરિયાણાના કિસાનો સામેલ હતાં હવે તેમાં દેશના વિવિધ રાજ્યોના કિસાનો પણ સામેલ થઈ ચૂક્યા છે.

મંત્રીઓ ‘વોરિયર્સ’: આંદોલન તોડી પાડવા અને ન તૂટે તો સમજાવટથી સમેટાવી લેવા માટે કેન્દ્ર સરકાર અને ભાજપના ટોચના મંત્રીઓ, નેતાઓ મથામણ કરી રહ્યા છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, રવિશંકર પ્રસાદ અને ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખેડૂતો સાથે મંત્રણાઓ કરી હતી. તો ગૃહમંત્રી અમિત શાહે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરને પણ મંત્રણા માટે બોલાવ્યા હતા. આમ, આ વોરિયર્સ કેન્દ્ર સરકારને વેન્ટિલેટર પર જતી રોકવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.

વડાપ્રધાન ‘આઈસોલેશન’માં: 12 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે અને દિલ્હીમાં પ્રવેશવાના દરેક મુખ્ય રસ્તાઓ પર લાખો કિસાનોએ ટ્રેક્ટરની આડશ મૂકીને ડેરા નાંખી દીધા છે છતાં વડાપ્રધાન મોદીએ હજુ ય દેખા દીધા નથી. એક વાર તેઓ મન કી બાતમાં બોલ્યા અને એક વાર વારાણસીથી આડકતરી રીતે કિસાન આંદોલન વિશે બોલ્યા. એ સિવાય એકપણ સંગઠનને કે કિસાન નેતાને તેઓ મળ્યા નથી કે કોઈપણ ખાતરી પણ આપી રહ્યા નથી. મોદીનું આ મૌન આઈસોલેશન સરકારનું મન કળાવા દેતું નથી.

વિપક્ષ ‘સુપર સ્પ્રેડર’: સંખ્યાબળ અને રાજનીતિ એ બંને મોરચે કેન્દ્રની મજબૂત સરકારને ભીડવવા માટે વિપક્ષોને કિસાન આંદોલને એક મોકો આપી દીધો છે. આંદોલનમાં દેખીતી રીતે સંકળાવાને બદલે અત્યાર સુધી પરોક્ષ મદદ કરી રહેલા કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમઆદમી પાર્ટી વ. વિપક્ષોએ ભારત બંધના એલાનનું સમર્થન કરીને સુપર સ્પ્રેડરની ભૂમિકા ભજવી છે.

કૃષિ કાયદાના વિરોધમાં પાર્ટીઓએ પલટી મારી

કોંગ્રેસ પાર્ટી હાલ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આગળ આવી છે, પરંતુ એક સમય હતો જ્યારે કોંગ્રેસે પોતે કૃષિ બિલની ભલામણ કરી હતી. સાથે જ કૃષિમાં વિદેશી રોકાણકારોની પણ વાત કરી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ પાર્ટી એગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ એક્ટ એટલે કે APM એક્ટને સમાપ્ત કરશે અને ખેડૂતોને પોતાના પાકના વેપાર અંગેના તમામ બંધનોમાંથી મુક્ત કરશે તેવો ઉલ્લેખ કર્યો હતો.

NCP પ્રમુખ શરદ પવાર પણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના પક્ષે જોવા મળી રહ્યાં છે. પરંતુ વર્ષ 2004થી 2014 દરમિયાન જ્યારે શરદ પવાર કેન્દ્રની UPA સરકારમાં કૃષિ મંત્રી હતા ત્યારે તેઓએ કૃષિમાં ખાનગી રોકાણકારનો પક્ષ રાખી જોરદાર વકીલાત કરી હતી. સાથે ઓગસ્ટ 2010 અને નવેમ્બર 2011 દરમિયાન તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ સંબંધે પત્ર પણ લખ્યા હતા.

પંજાબના કેપ્ટન અમરિંદર સરકાર પણ ખેડૂત આંદોલનને ટેકો આપી રહ્યાં છે, પરંતુ CM કેપ્ટન અમરિંદર પોતે APMC એક્ટમાં ફેરફાર કરી ચુક્યા છે. વર્ષ 2017 દરમિયાન CM અમરિંદર સિંહે APMC એક્ટમાં સંશોધન કર્યુ હતું અને ખાનગી મંડીઓ માટે રસ્તો સાફ કરી દીધો હતો.

નવેમ્બર 2020માં દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે કૃષિ કાયદા અંગે નોટિફિકેશન જાહેર કર્યું હતું, પરંતુ હવે પાર્ટી ખેડૂતોના વિરોધમાં સમર્થનમાં ઉતરી આવી છે.

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે એક વખત કહ્યું હતું કે ખેડૂતોએ મંડી કલ્ચરથી બહાર આવવાનું જરૂરી છે. જો કે તેમના પુત્ર અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેન્દ્રના કૃષિ કાયદોનો જોરદાર વિરોધ કરી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments