Tuesday, September 21, 2021
Homeવિપક્ષના હોબાળા : કોંગ્રેસ અને બીજી વિપક્ષી પાર્ટીઓના વ્યવહારને મીડિયા સામે ઉઘાડા...
Array

વિપક્ષના હોબાળા : કોંગ્રેસ અને બીજી વિપક્ષી પાર્ટીઓના વ્યવહારને મીડિયા સામે ઉઘાડા પાડો- PM મોદી

વિપક્ષ સતત ગૃહમાં હોબાળો કરી રહ્યા છે અને તેના કારણે સંસદની કાર્યવાહી ચાલી જ નથી રહી. હવે આ વિશે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. બીજેપીની પાર્લામેન્ટ્રી મીટિંગમાં પોતાના સંબોધનમાં મોદીએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ જાણી જોઈને કાર્યવાહીમાં વિઘ્ન નાખી રહી છે. મોદીએ બીજેપી સાંસદોને કહ્યું છે કે, કોંગ્રેસ અને બીજી વિપક્ષી પાર્ટીઓના આવા વ્યવહારને મીડિયા અને જનતાની સામે ઉઘાડા પાડવા જોઈએ.

મોદીએ ગયા સપ્તાહે સર્વપક્ષની બેઠકમાં કોંગ્રેસને બોયકોટ કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. તે સાથે જ એવું પણ કહ્યું હતું કે, કોંગ્રેસ બીજા પક્ષોને પણ બેઠકમાં સામેલ થતાં રોકી રહ્યું છે. નોંધનીય છે કે, વડાપ્રદાન ગયા સપ્તાહે કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે એક સર્વપત્રીય બેઠક બોલાવી હતી.

સંસદમાં પેગાસસ જાસુસી મુદ્દે, કૃષિ કાયદો અને અન્ય મોંઘવારી જેવા મુદ્દાઓને લઈને સતત હોબાળો ચાલી રહ્યો છે. 18 જુલાઈએ પેગાસસ વિવાદ સામે આવતા સંસદમાં કાર્યવાહી થતી નથી. વિપક્ષી સાંસદ બંને ગૃહોમાં નારેબાજી કરી રહ્યા છે. ગયા સપ્તાહે તો તૃણમૂલ સાંસદે આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવના હાથમાંથી ડોક્યુમેન્ટ છીનવીને ફાડીને ફેંકી દીધા હતા.

સોમવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા હતા. તેમણે કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો. અકાળી દળ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ ખેડૂતોના મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની માંગણી કરી હતી. બીજી બાજુ પેગાસસ મુદ્દાને લઈને સંસદના બંને ગૃહોમાં આજે પણ હોબાળો થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments