Tuesday, January 18, 2022
Homeવિરોધ : રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે કોંગ્રેસનાં ધરણાં
Array

વિરોધ : રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે કોંગ્રેસનાં ધરણાં

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઇને રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે ત્રિકોણબાગ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ધરણાં પર બેસી ગયા હતા. સરકાર સામે સૂત્રોચ્ચાર કરતાં પોલીસ દોડી આવી હતી અને એક પછી એક એમ 25 કાર્યકરની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. આ સમયે કોંગ્રેસના નેતાઓએ સરકાર પર પ્રહારો કર્યા હતા. બેનરમાં લખ્યું હતું કે સિલિન્ડર મોંઘું…મોંઘું તેલ…જુઓ આ છે મોદીનો ખેલ, મોંઘો ગેસ, મોંઘું તેલ, બંધ કરો લૂંટનો ખેલ.

સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા
લાંબા સમય બાદ કોંગ્રેસના નેતાઓ ધરણાં પર બેઠા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરની આગેવાનીમાં ધરણા કરવામાં આવ્યા હતા. આથી પોલીસ દોડી આવી હતી અને અટકાયત કરી હતી. ધરણામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. આ રીતે કાર્યક્રમો કરીને કોરોના સંક્રમણ ફેલાય તો જવાબદારી કોની તેવો સવાલ લોકોમાં ઉઠ્યો હતો.

ધરણામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો.
ધરણામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો.

રાજકોટ કોંગ્રેસના વિરોધમાં પણ જુથવાદ જોવા મળ્યો
રાજકોટ કોંગ્રેસના વિરોધમાં પણ આંતરિક જુથવાદ સામે આવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના અગ્રણી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને વિરોધ પક્ષના પૂર્વ પ્રમુખ વશરામ સાગઠીયા હાજર રહ્યાં નહોતા. થોડા દિવસ પહેલા વિરોધ પક્ષના નેતાની વરણીને લઇને ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને વિરોધ પક્ષના નેતાના પતિની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, આ બાબતે હાઇ કમાન્ડને ગંભીર પ્રકારની રજૂઆત કરવામાં આવશે. વિરોધ પક્ષના નેતા અને વરણી હાઇ કમાન્ડે કરી છે. દરેક પક્ષમાં જૂથવાદ છે તેમ કોંગ્રેસમાં પણ જૂથવાદ છે.

પોલીસ આવતા જ કોંગી કાર્યકરે સૂતા સૂતા વિરોધ કર્યો.
પોલીસ આવતા જ કોંગી કાર્યકરે સૂતા સૂતા વિરોધ કર્યો.
25 જેટલા કાર્યકરની અટકાયત.
25 જેટલા કાર્યકરની અટકાયત.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular