Thursday, August 5, 2021
No menu items!
Homeરાજકોટ : શાસકોને કોરોના જાગૃતિ માટે રથનું ઓપનિંગ કરવાનો સમય ન મળતા...
Array

રાજકોટ : શાસકોને કોરોના જાગૃતિ માટે રથનું ઓપનિંગ કરવાનો સમય ન મળતા વિરોધ પક્ષે ઓપનિંગ કરી નાખ્યું

રાજકોટમાં કોરોના જાગૃતિ માટે રથના ઓપનિંગ કરવાનો સમય શાસકોને ન મળતા વિરોધ પક્ષે જાગૃતિ રથનું ઓપનિંગ કરી નાખ્યું હતું. રથના ઓપનિંગ માટે મેયર ન પહોંચતા વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ ઓપનિંગ કરી નાખતાં રાજકારણ ગરમાયું છે. જાગૃતિ માટે રથમાં આવેલ રંગલા રંગલી મેયરની સવારથી રાહ જોતા હતાં. ત્યારે વિરોધ પક્ષના નેતા પહોંચી ગયા હતા અને રથને લીલી ઝંડી આપી દીધી હતી.

વિરોધ પક્ષ ખોટા નાટકો કરે છે: મેયર
સમગ્ર મામલે મેયર બીનાબેન આચર્યને પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે રાજકોટમાં ધનવંતરી રથ અને 104ની સેવા ચાલુ જ છે. મને ખબર નથી આ રથ શેનો છે. કોને મોકલ્યો છે. મનપાનો રથ નથી, સરકારે આ રથ ગામડાની જાગૃતિ માટે જિલ્લા કલેકટરને મોકલ્યો હોઈ શકે છે. આ સાથે જ બીનાબેન આચાર્યએ વિરોધ પક્ષ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષ ખોટા નાટકો કરે છે.

ચોમાસા બાદ રોડ રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે
રાજકોટના રોડ રસ્તા મુદ્દે બીનાબેન આચર્યએ નિવેદન આપતા કહ્યું કે રાજકોના મોટાભાગના રોડ-રસ્તાઓની બિસ્માર હાલત થઈ ગઈ છે. રાજકોટમાં પડેલા વરસાદના કારણે રોડની હાલત ખરાબ થઈ ગઈ છે. આ સાથે જ ડ્રેનેજની પાઈપલાઈનના કારણે રસ્તાઓ તૂટયાં છે. જેથી 33 કરોડના ખર્ચે રાજકોટના રોડ- રસ્તાઓ બનશે. જ્યાં જરૂર હશે ત્યાં નવા રોડ બનશે અને રિપેર કરવાના હશે ત્યાં રોડને રિપેર કરવામાં આવશે. ચોમાસા બાદ વાતાવરણ જ્યારે સુકું થઈ જશે ત્યારે રોડ-રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments