નોર્થ ઈસ્ટમા હિંસા ભડકાવવાનું કામ વિપક્ષી દળ કરે છે: અમિત શાહ

0
12

રાંચી, તા. 14 ડિસેમ્બર 2019, શનિવાર

દિલ્હીમા કોંગ્રેસની દેશ બચાવો રેલી બાદ બીજેપીના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડમા સભા સંબોધી. અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ પર રાહુલ ગાંધી અને વિપક્ષને ઘેરતા કહ્યુ કે, કોંગ્રેસની પાર્ટી હિંદુ-મુસ્લિમ, નક્સલવાદ અને આતંકવાદને પોષે છે.

અમે ટ્રિપલ તલાકનો નિયમ લાવ્યા તો કોંગ્રેસે આ નિયમને મુસ્લિમ વિરોધી ગણાવ્યો અને હવે નાગરિકતા સંશોધન બિલને પણ મુસ્લિમ વિરોધી ગણાવે છે. વિપક્ષી દળ નોર્થ ઇસ્ટમા હિંસાને ભડકાવે છે. હવે અમે નાગરિકતા સંશોધન બિલ લાવ્યા તો કોંગ્રેસના પેટમા દુખે છે.

અમિત શાહે ચુંટણી જનસભાને સંબોધતા કહ્યુ કે, કોંગ્રેસની પાર્ટી વર્ષોથી હિંદુ-મુસ્લિમની રાજનીતિ, નક્સલવાદ અને આંતકવાદને પ્રોત્સાહન આપે છે. આતંકવાદ સામે આકરા પગલા નરેન્દ્ર મોદી જેવા PM જ ભરી શકે. એમા પણ કોંગ્રેસને સમાધાન અને વોટ બેંકની રાજનીતિ દેખાય છે. અમે કલમ 370 નાબૂદ કરી તો એને પણ મુસ્લિમ વિરોધી પગલું ગણાવ્યુ.

 

વિપક્ષી નેતાઓ દેશના નોર્થ ઈસ્ટમા વિરોધ જગાવવાના કાર્યમા પડ્યા છે. હું નોર્થ અને ઇસ્ટના બધા જ રાજ્યોના ભાઈ બહેનોને કહેવા માગુ છું કે, એમની ભાષા, સંસ્કૃતિ, સામાજીક ઓળખ અને તેના રાજનૈતિક અધિકારો અકબંધ રહેશે. એમા અમે કોઈ બદલાવ નહીં કરીએ. અમિત શાહે આરોપ લગાવ્યો કે, આજ સુધી કોંગ્રેસે રામમંદિરના મુદ્દાને ચુંટણી પ્રચાર માટે રાખ્યો પરંતુ અમારી પાર્ટી તો ઝડપથી અયોધ્યામા ગગનચુંબી રામમંદિરનું નિર્માણ કરાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here