નાગરિકતા સંશોધન કાયદાને લઈને આજે વિપક્ષી દળોની બેઠક, વિરોધ મુદ્દે નક્કી કરાશે રણનીતિ

0
15

નાગરિકતા કાયદાને લઈને દેશભરમા મચેલા ધમાસાન વચ્ચે આજે દિલ્હીમા વિપક્ષી દળોના નેતાઓની બેઠક યોજાનારી છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જીએ બીએસપીના માયાવતી હાજર ના રહે તેવી સંભાવના છે. નાગરિકતા કાયદાને લઈને દેશભરના વિધાર્થીઓ સહિત રાજકીય સંગઠનો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. જેમાં દિલ્હીના શાહીન બાગ થી લઈને દેશના અનેક રાજ્યોમા તેની વિરુદ્ધ જોરદાર પ્રદર્શન થઈ રહ્યું છે.

જેમાં અસમ બાદ દિલ્હી અને તેની બાદ પશ્વિમ બંગાળમા સતત સીએએ અને એનઆરસીનો વિરોધ થઈ રહ્યો છે.જેમાં પશ્ચિમ બંગાળમા સીએમ મમતા બેનર્જી તેનો વિરોધ કરી રહ્યા છે અને અનેક આંદોલનની આગેવાની પણ કરી રહ્યા છે તેમજ અનેક સ્થળોએ રેલીઓ પણ કરી રહ્યા છે. કોંગ્રસ, સમાજવાદી પાર્ટી સહિત તમામ વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર ને આ કાયદો પરત લેવા કહ્યું છે. બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ વિપક્ષી દળો સાથે બેઠક કરવાનો ઇનકાર કર્યો છે.

જયારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ કાયદાને વિભાજનકારી ગણાવ્યો છે. તેમજ કહ્યું કે આ કાયદો ધાર્મિક આધાર પર ભારતીયોને વિભાજીત કરે છે. કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર નાગરિકતા કાયદાને પરત લે.

જયારે કોંગેસ કાર્યકારિણીની મળેલી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે નાગરિકતા સુધારો કાયદો ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી છે તેમજ સંસદના શિયાળુ સત્રમા ભારે વિરોધ વચ્ચે પસાર થયેલો આ કાયદો અમારી માટે એક મોટો મુદ્દો રહેશે. દરેક દેશભકત, સહિષ્ણુ અને ધર્મનિરપેક્ષ ભારતીય માટે કાયદાનો ઉદ્દેશ સ્પષ્ટ છે. આ ભારતીય નાગરીકોને અલગ અલગ રેખાઓમા વિભાજીત કરે છે. તેમણે આગળ જણાવ્યું કે સીડબ્લ્યુસી સ્પષ્ટરૂપે માને છે કે લાખો કોંગ્રેસી કાર્યકર્તા ભારતના લોકો સાથે સમાનતા, કાયદો, ન્યાય અને સન્માનની સમાન સુરક્ષા માટે તેમના સંઘર્ષમા ખભોથી ખભો મેળવીને ઉભા છે.

આ ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજયની સરકારોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમના રાજયમાં આ કાયદો લાગુ નહીં કરે. જયારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે રાજ્ય સરકારે આ લોકો ઇનકાર કરી નહીં શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here