દેશમા નાગરિકતા કાયદાનો વિરોધ ઉગ્ર બન્યો હવે, બિહારમા તોડફોડ અને આગજની, બંધનું એલાન

0
9

દેશમા મોદી સરકાર દ્વારા લાવવામા આવેલા નાગરિકતા કાયદાની વિરોધની આગ ધીરે ધીરે સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે. જેમાં ઉત્તર પ્રદેશ બાદ આજે બિહારમાં વિપક્ષી દળ આરજેડીએ આપેલા બિહાર બંધે હિંસાત્મક સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં આજે આરજેડીએ આપેલા બિહાર બંધના પગલે સમગ્ર બિહારમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. તેમજ અનેક જગ્યાઓએ આગજની અને તોડફોડની ઘટનાઓ સામે આવી છે. જેમાં બંધના લીધે પટના, હાજીપુર અને દરભંગા સહિત અનેક શહેરોમા બંધની અસર જોવા મળી રહી છે.

નાગરિકતા કાયદાના વિરોધમા અસમ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાત બાદ હવે બિહારમા પણ વિરોધ પ્રદર્શન તેજ થયું છે. જેમાં બિહારમાં સવારે જ આરજેડીના કાર્યકર્તાઓએ પટનામા ટ્રેન રોકી હતી. જ્યારે ભાગલપુરમાં આરજેડી કાર્યકર્તાઓએ દોઢ કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ નાગરિકતા કાયદા વિરોધ નારેબાજી પણ કરી હતી. તેમજ રોડ પર તોડફોડ પર કરી હતી. આરજેડી કાર્યકર્તાઓએ જબરજ્સ્તી દુકાનો બંધ કરાવી હતી. આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે બંધ શાંતિપૂર્ણ હશે પરંતુ તેમ છતાં તેમના સમર્થકોએ તોડફોડ કરી હતી.

જયારે દરભંગામા આરજેડી કાર્યકર્તાઓ ઠંડીમાં શર્ટ ઉતારીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે રોડ પર ટાયરો સળગાવ્યા હતા અને નાગરિકતા કાયદા વિરુદ્ધ નારેબાજી કરી હતી. આ લોકોએ પોતાના હાથમાં પોસ્ટર લીધા અને નીતીશ કુમાર તોબા તોબા હીટલરશાહી નહીં ચલેગી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here