ઈઝરાયલમાં લોકડાઉનનો વિરોધ : 10 હજાર લોકોએ માસ્ક પહેરીને અને બે મીટરનું અંતર જાળવીને પીએમનો વિરોધ કર્યો,

0
7

તેલ અવીવ. દુનિયાભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ઘણા દેશમાં કડક નિયમ લાગું કરાયા છે. જેમાં ઈઝરાયલ પણ સામેલ છે, જ્યાં કોરોનાને હરાવવા માટે કડક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. પરંતુ આ પ્રતિબંધોથી હેરાન થયેલા લગભગ 10 હજાર લોકો રવિવારે મોડી રાતે રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે પીએમ બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ દેખાવ કર્યા હતા, દેખાવકારીઓએ માસ્ક પહેરી અને બે મીટર સુધી અંતર જાળવીને પીએમ વિરુદ્ધ નારાબાજી કરી હતી. તેમના હાથમાં કાળા ઝંડા હતા, જેમાં સરકાર વિરોધી નારા લખેલા હતા.

દેખાવકારીઓએ કહ્યું- અમે નિયમોનું પાલન કરી રહ્યા છે 
દેખાવકારીઓનું કહેવું હતું કે, દેશમાં કડક પ્રતિબંધ લાગુ છે. પરંતુ અમે એકબીજાથી અતંર રાખી અમે માસ્ક પહેરીને દેખાવ કરી શકીએ છીએ. અમે નિયમોનું પાલન કરી રહ્યા છીએ. સાથે જ ઈઝરાયલમાં અત્યાર સુધી સંક્રમણના 13 હજાર 491 કેસ સામે આવ્યા છે, જ્યારે 172 લોકો મોત થયા છે.

વર્ષમાં ત્રણ વખત ચૂંટણી, તેમ છતા સરકાર ન બની 
દેખાવકારીઓએ ‘સેવ ધ ડેમોક્રેસી’ના બેનર હેઠલ બેની ગૈટ્સની બ્લૂ એન્ડ વ્હાઈટ પાર્ટીમાંથી ભ્રષ્ટાચારના આરોપો વાળા પ્રમુખના નેતૃત્વ વાળા ગઠબંધનમાં સામેલ ન થવાની  અપીલ કરી. નેતન્યાહૂ ભ્રષ્ટાચારના ત્રણ મામલામાં આરોપી છે. જો કે, તે આનાથી ઈન્કાર કરી રહ્યા છે. દેશમાં એક વર્ષમાં ત્રણ ચૂંટણી થઈ ચુકી છે, ત્યારબાદ પણ સરકાર બની શકી નથી.