રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 25 જૂને પરીક્ષા લેવાની જાહેરાત કરાતા NSUIનો વિરોધ,

0
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 25 જૂનથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવતા NSUIએ વિરોધ કર્યો છે. NSUIના કાર્યકરોએ ‘અમારે ડીગ્રી સર્ટિફિકેટ જોઈએ ડેથ સર્ટિફિકેટ નહીં’ અને ‘છાત્ર હૈ ટેસ્ટિંગ કીટ નહી’ સહિતના બેનરો સાથે યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIએ માંગ કરી છે કે પરીક્ષા ઓગસ્ટમાં લેવામાં આવે અથવા તો માસ પ્રમોશન આપવામાં આવે.

25 જૂનથી લેવાનારી પરીક્ષા રદ્દ કરી માસ પ્રમોશન આપવા માંગ

NSUIએ રજૂઆત કરતા કહ્યું છે કે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનારી પરીક્ષા રદ્દ કરી માસ પ્રમોશન આપવામાં આવે અથવા તો આ પરીક્ષા ઓગસ્ટમાં લેવામાં આવે. ઓપનબુક કે મોક ટેસ્ટ સિસ્ટમથી પરીક્ષા લેવામાં આવે. ઘણા વિદ્યાર્થીઓ PGમાં રહીને અભ્યાસ કરે છે. ત્યારે આ પરીક્ષાના કારણે વિદ્યાર્થી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.આમ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા માંગ કરી છે.  આ સાથે જ  કહ્યું કે જો યુનિવર્સિટી પરીક્ષા લેવા માંગતી જ હોય તો જે પણ કર્મચારી કે વિદ્યાર્થીને કોરોના થાય તો 25 લાખની સહાયની જાહેરાત કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here