Thursday, August 5, 2021
No menu items!
HomeBigg Boss 13: સલમાન ખાનના ઘરની બહાર શોને લઇને વિરોધ
Array

Bigg Boss 13: સલમાન ખાનના ઘરની બહાર શોને લઇને વિરોધ

બીગ બોસ -13 મા હાલ બે વીક થઇ ચુક્યા છે, ત્યાં સલમાનનો આ શો એક પછી એક વિવાદોમાં આવતો રહ્યો છે. સલમાન ખાનના ઘરની બહાર આ શોને લઇને વિરોધ પ્રદર્શન કરતાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીએઆઇટી સહીત ઘણા સંગઠનોમાં આપત્તિજનક દ્રશ્ય દર્શાવવા બદલ આ શો પર જલ્દીથી જલ્દી પ્રતિબંધ લગાવવાની માંગ લોકો કરી રહ્યાં છે. ફિલ્મ પદ્રામતના વિરોધથી ચર્ચામાં આવેલી કરણી સેના પણ ફરી એકવાર જાગી ઉઠી હતી.

ગાજિયાબાદના લોની વિધાનસભાથી ભાજપ વિધાયક નંદકિશોર ગુર્જરે કેન્દ્રિય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખીને આ શો ને બંધ કરવાની માંગ કરી હતી. BJP વિધાયકે પોતાના પત્રમાં લખ્યુ છે કે, બિગ બોસ-13 માં અશ્લીલતાનું ખુલેઆમ ખરાબ રીતે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ શો ને ફેમિલી સાથે જોવુ મુશ્કેલ છે. તેમજ આ શો દ્વારા આપણા દેશના પારંપારિક સામાજીક અને સાંસ્કૃતિક મુલ્યોનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

મુંબઇ પોલીસે આ શોને ચાલી રહેલા વિવાદોને લઇને સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દીધો છે. આ સિવાય ઉપદેશ રાણા નામના એક વ્યક્તિએ વિડીયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં વ્યક્તિ સલમાન ખાનના ઘરની બહાર ઉભો છે, અને સલમાન ખાન, શોના નિર્માતાઓને બિગ બોસના ઘરની અંદર અશ્લીલતાના પ્રસાર પર રોક લગાવવાનું કહેવામાં આવ્યુ છે. કરણી સેનાએ સુચના અને પ્રસાર મંત્રી પ્રકાશ જોવડેકરને પત્ર લખ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બીગ બોસ હિંદુઓ અને તેમની સભ્યતા અને સંસ્કૃતિનું અપમાન કરી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments