જિલ્લા પંચાયત ના નવીન શોપિંગ સેન્ટરની દુકાનોના ભાડામાં વાર્ષિક પાંચ ટકાના વધારાનો વિરોધ

0
0

  • 19 મુદ્દાઓ સાથે જિલ્લા પંચાયતની અંતિમ કારોબારી બેઠક મળી
  • વિરોધ કરતાં ડીડીઓએ કહ્યું લીગલ એડવાઇઝરની સલાહ મુજબ નિર્ણય લઇ શકાય

છેલ્લા 5 મહિના બાદ ગુરૂવારે મહેસાણા જિલ્લા પંચાયતની અંતિમ કારોબારી બેઠક મળી હતી.19 મુદ્દા સાથે મળેલી આ કારોબારીમાં બસ સ્ટેશન સામે બનેલા પંચાયતના નવિન શોપિંગ સેન્ટરનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં કારોબારી ચેરમેને સેન્ટરની દુકાનોના વાર્ષિક 5 ટકાના ભાડા વધારાનો વિરોધ કરી જુના ભાડુઆત પ્રમાણે ભાડું વસુલવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેની સામે ડીડીઓએ આ મામલે લિગલ એ્ડવાઇઝરની સલાહ મુજબ નિર્ણય લેવાનું કહ્યું હતું. આ ચર્ચા 16 મિનિટ સુધી ચાલી હતી.

જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અજીત મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીની અધ્યક્ષતાને ગુરૂવારે અંતિમ કારોબારી સભા મળી હતી. જેમાં બસ સ્ટેશન સામે બનેલા જિલ્લા પંચાયતના શોપીંગ સેન્ટરના દુકાનદારો પાસેથી વાર્ષિક 5 ટકા ભાડા વધારવાના નિયમનો વિરોધ કર્યો હતો. તેમજ જુના ભાડુઆત પ્રમાણે ભાડું વસુલવાનો ડીડીઓ સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. ડીડીઓએ કહ્યું હતુ કે, ટેન્ડર સમયે જ સ્કેવર ફૂટે રૂ.2 અને વાર્ષિક 5 ટકા ભાડામાં વધારાનો નિયમ મુકાયો હતો. જેને લઇ આ નિયમને લીગલ એડવાઇઝરની સલાહ લીધા વગર બદલી ન શકાય. લીગલ એડવાઇઝરની સલાહ લઇ દિન-7 માં આ મામલે નિર્ણય લેવાનું કહ્યું હતું.

મહત્વના આ કામો ચર્ચામાં લેવાયા

  • લીગલ એડવાઇઝરની નિમણુંક
  • રૂ.35100 ના ખર્ચે જિ.પં.ના સીસીટીવી કેમેરાનું મેન્ટનન્સ
  • જિ.પં.ના અધિકારી-કર્મચારીનું ચાલુ ફરજે મૃત્યુ થાય તો તેમના પરિવારને રૂ.1 લાખની સહાય
  • આઇસીડીએસ હસ્તકની આંગણવાડી કેન્દ્રોમાં રૂ.38.40 લાખના ખર્ચે રસોઇ સેટ અને રૂ.50 લાખના ખર્ચે બાળકોને ભોજન સેટની મંજૂરી
  • ખેરાલુના અર્બન હેલ્થ સેન્ટરના ટેન્ડરની બહાલી
  • વિસનગર તા.પં.ના કમ્પાઉન્ડમાં જર્જરીત બિલ્ડીંગને ઉતારવાની મંજૂરી
  • જિ.પં.ના બાંધકામ શાખામાં મેનપાવર પુરો પાડવાની મંજૂરી
  • રેકર્ડ રૂમમાં નવીનીકરણની મંજૂરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here