સતત બીજા દિવસે ગોલ્ફ રમવા ગયેલા ટ્રમ્પનો વિરોધ, લોકોએ કહ્યું- એક લાખ લોકોના મોત, શું તમને ચિંતા છે?

0
0

વોશિંગ્ટન. અમેરિકા, બ્રાઝીલ અને બ્રિટન સૌથી પ્રભાવિત 5 દેશમાં સામેલ છે. વધાતા સંક્રમણ અને તેનાથી થયેલા મોતના કારણે ત્રણેય દેશના લોકો નારાજ છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ, બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો અને બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન સામે લોકો રસ્તા ઉપર ઉતરી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા દ્વારા ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ગણી જગ્યાએ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેંસિંગનો કડકાઈથી અમલ ન કરવા પર લોકો ગુસ્સે છે તો બીજી તરફ ખરાબ સ્વાસ્થ્ય સેવા લઈને ગુસ્સો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત બીજા દિવસે ગોલ્ફ રમવા ગયા.તેનો લોકોએ ભારે વિરોધ કર્યો. ગોલ્ફ ક્લબ બહાર અમુક લોકો પોસ્ટર લઈને ઊભા હતા. તેના ઉપર લખ્યું હતું કે 1 લાખ લોકો માર્યા ગયા છે. અમને ચિંતા છે શું તમને ચિંતા છે?

આના ઉપર ટ્રમ્પે કહ્યું કે હા, મને ચિંતા છે, એટલા માટે જ કોરોના સંક્રમણમાં માર્યા ગયેલા લોકોના માનમાં વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો છે. અમને વિરોધ પક્ષના નેતાઓ બદનામ કરવાની કોશિશ કરે છે. અમારા સારા કામની કોઈ નોંધ લઈ રહ્યું નથી.

આ પહેલા ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે અમેરિકામાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. મૃત્યુનો દર પણ ઓછી થઈ રહ્યો છે. અમેરિકામાં કોરોનાના 17 લાખ 6 હજાર 226 કેસ નોંધાય છે. 99 હજાર 805 લોકોના મોત થયા છે.

બ્રાઝીલ: પાર્ટી કરી પરત ફરતા રાષ્ટ્રપતિ બોલસોનારોને લોકોએ કહ્યું- તમે હત્યારા છો

બોલ્સોનારો ફૂડ એન્ડ ડ્રિંકની પાર્ટી કરી પરત ફરી રહ્યા હતા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા. લોકોએ કહ્યું કે રાષ્ટ્રપતિ હત્યારા છે. રાષ્ટ્રપતિને સુરક્ષા કર્મચારીઓએ માંડમાંડ બચાવ્યા હતા. બોલ્સોનારો ઉપર લોકો એટલા માટે પણ ગુસ્સે છે કારણ કે તેઓ કોરોનાને સામાન્ય તાવ ગણાવી ચૂક્યા છે.

એકવાર તો તેઓએ એવું પણ કહ્યું હતું કે કોરોના તો માત્ર કલ્પના છે. લોકોએ ચિંતા ન કરવી જોઈએ. બોલ્સોનારોએ કડક લોકડાઉનનું ક્યારેય સમર્થન કર્યું નથી. તેઓ એ લોકોનો પક્ષ લઈ રહ્યા હતો તેઓ લોકડાઉનના વિરોધમાં રસ્તા ઉપર ઉતર્યા હતા. બ્રાઝીલ બીજો સૌથી પ્રભાવિત દેશ છે અહીં કોરોનાના 3 લાખ 76 હજાર 669 કેસ નોંધાયા છે.23 હજાર 522 લોકોના મોત થયા છે.

બ્રિટન: લોકડાઉનના નિયમને તોડાનાર સાથીને બચાવવાને લઈને જોનસન સામે લોકોમાં ગુસ્સો

નજીકના સાથી દ્વારા લોકડાઉનના નિયમને તોડવા બદલ બ્રિટનમાં પ્રધાનમંત્રી બોરિસ જોનસન ઘેરાયા છે. જોનસનના મુખ્ય સલાહકાર ડોમિનિક કમિંગ્સ કોરોનાના લક્ષણ હોવા છતાં તેની પત્ની સાથે માતા-પિતાને મળવા લંડનથી 420 કિમી દૂર ડરહમ ગયા હતા. અમુક લોકોએ તેની ફરિયાદ પોલિસને કરી છે. ત્યાર પછી બ્રિટનમાં ડોમિનકના રાજીનામાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઘણા ચર્ચમાં જોનસનની ટિક્કા પણ થઈ.ઘણા લોકોનું કહેવું છે કે પ્રધાનમંત્રીના નજીકના લોકો અને સામાન્ય લોકો માટે અલગ અલગ નિયમો છે. બ્રિટનમાં 2 લાખ 61 હજાર 184 કેસ નોંધાયા છે અને 36 હજાર 914  લોકોના મોત થયા છે. જોનસને કહ્યું છે કે તેઓ ડોમિનિકને હટાવશે નહીં તેઓએ નિયમ તોડ્યો નથી.

ઓસ્ટ્રિયામાં કર્ફ્યુ તોડવા બદલ રાષ્ટ્રપતિએ માફી માંગી

ઓસ્ટ્રિયામાં કોરોનાને લઈને લગાવાયેલા કર્ફ્યુને તોડવા બદલ રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર બેલેને લોકોની માફી માંગી છે. વાસ્તવમાં બેલેન રાતે 11 વાગ્યે એક રેસ્ટોરાંમાં હતા. ઓસ્ટ્રિયામાં રાતના 11થી સવાર સુધી કર્ફ્યુ લગાવાયો છે. બેલેને કહ્યું કે કર્ફ્યુ પછી હું પ્રથમવાર રેસ્ટોરામાં ગયો હતો એટલે સમયનું ભાન ન રહ્યું. હું માંફી માંગુ છું. ઓસ્ટ્રિયામાં 16 હજાર 539 કેસ નોંધાયા છે અને 641 લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here